Back

દિવાળીના તહેવાર નિમિત્તે રાજય પોલીસ વડાએ આપી મહત્વની સુચનાઓ

દિવાળીના તહેવાર નિમિત્તે રાજયમાં કાયદો અને વ્યવસ્થા,અને શાંતિ જળવાઇ રહે તે માટે રાજય પોલીસ વડાએ આપી મહત્વની સુચનાઓ  

રાજ્યમાં દિવાળીના તહેવાર નિમિત્તે, પ્રજા હર્ષોલ્લાસ અને ઉમળકાભેર તહેવારોની ઉજવણી કરી શકે તેમજ રાજયમાં કાયદો અને વ્યવસ્થા અને શાંતિ જળવાઇ રહે તે સારૂ, રાજયના પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી તરફથી નીચે મુજબની મહત્વની સુચનાઓ તમામ શહેર/જિલ્લા પોલીસ વડાઓને આપવામાં આવેલ છે. જે અન્વયે, ભીડ-ભાડવાળી જગ્યાઓએ સઘન પેટ્રોલીંગ રાખવામાં આવશે., શોપીંગ મોલ, મલ્ટીપ્લેક્ષ, થીયેટરો, કોર્મશીયલ સેન્ટર, પાર્કિગ વિસ્તાર ખાતે જરૂરી સિકયુરીટી વ્યવસ્થા અને સી.સી.ટી.વી. કેમેરાની વ્યવસ્થા રખાવી, વિશેષ તકેદારી રખાશે. , બેંકો/એ.ટી.એમ. પર લુંટ, પીક-પોકેટીંગ અને બેગ લીફટીંગ જેવા બનાવો ન બને તે સારૂ પોલીસ દ્વારા ખાનગી કપડામાં તેમજ યુનિફોર્મમાં હથિયાર સાથે મોટર સાયકલ/હોક મોટર સાયકલ/ પી.સી.આર.વાનથી પેટ્રોલીંગ ગોઠવી અસરકારક કાર્યવાહી કરવામાં આવશે., રેલ્વે સ્ટેશનો, બસ સ્ટેશનો પર લોકો વિશેષ પ્રમાણમાં એકત્ર થતા હોય, આવા સ્થળોએ વિશેષ તકેદારી રાખવામા આવશે., રાજયમાં દેશી-વિદેશી દારૂની ગેરકાયદેસર પ્રવૃતિ અને હેરફેર અટકાવવા પુરતા પ્રયાસ હાથ ધરવામાં આવશે.,સંવેદનશીલ/અતિ સંવેદનશીલ વિસ્તારોમાં કોમી એકતા ન ડોહળાય/કોમ્યુનલ બનાવ ન બને તે સારૂ વિશેષ તકેદારી રાખવામાં આવશે., રાજયમાં બહારથી આવનાર પ્રવાસીઓના રોકાણની જગ્યાઓ જેવી કે, હોટલ/ગેસ્ટહાઉસ ખાતે તેમજ હાઇવે ઉપર વાહનોનું અવા૨-નવા૨ ચેકીંગ હાથ ધરી, શંકાસ્પદ ઇસમોની હીલચાલ ઉ૫૨ ચાંપતી નજર રાખી, વિશેષ તકેદારી રાખવામાં આવશે., ફટાકડા બજારોમાં તથા દારૂખાનું ફોડવા દરમ્યાન તથા ગેરકાયદેસર રીતે વેચાણ થતા દારૂખાના/ફટાકડાના કારણે આગ કે અકસ્માતના બનાવો ન બને તે સારૂ ફાયર ફાઇટર-એમ્બ્યુલન્સ વિગેરેની વ્યવસ્થા રાખી, કોઇ અનિચ્છનિય બનાવ ન બને તેની તકેદારી રાખવામાં આવશે., દિવાળીના તહેવારોમાં પોતાના વતન અથવા બહારગામ ફરવા વિશેષ પ્રમાણમાં લોકો જતા હોય, આ દરમ્યાન તેઓના રહેણાંક મકાન બંધ રહેતા હોય, ઘરફોડ ચોરીના બનાવો બનતા અટકે તે સારૂ લોકો અગાઉથી સંબંધિત પોલીસ સ્ટેશન ખાતે જાણ કરે તે સારૂ લોકોમાં જાગૃતિ લાવવા અને આવા વિસ્તારો નાઇટ રાઉન્ડ પેટ્રોલીંગમાં આવરી લેવામાં આવે તે પ્રમાણે અસરકારક નાઇટ રાઉન્ડ સ્કીમ તૈયાર કરી પરીણામલક્ષી કાર્યવાહી કરવામાં આવશે., રાજયમાં જુદા જુદા ગુનામાં નાસતા ફરતા આરોપીઓ તથા વોન્ટેડ આરોપીઓ પકડવા સારૂ કાર્યવાહી કરવામાં આવશે., શાળા/કોલેજોમાંથી ચોરીનાં બનાવો બનતા અટકાવવા, શૈક્ષણિક સંસ્થામાં રાખેલ અપુરતી/ ખામીયુક્ત સુરક્ષાના મુદ્દે ચકાસણી કરી, આ ગુના બનતા અટકાવવા શુ કાર્યવાહી કરી શકાય તે અંગે સંબંધિત શાળાના આચાર્યશ્રી/ટ્રસ્ટી સાથે મિટિંગ કરી, ચોરીના બનાવો બનતા અટકાવવા અસરકારક કાર્યવાહી કરવામાં આવશે., તહેવારો દરમ્યાન પોલીસની કામગીરીથી કોઇની લાગણી ન દુભાય તેમજ ચેકિંગ દરમ્યાન કોઇ મહિલા, બાળકો પ્રત્યે સહાનુભુતિ દાખવવામાં આવે તે સારૂ વિશેષ સુચના કરવામાં આવેલ છે.        

 

ગાંધીનગર શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..