Back

ઉનાવા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કો ફ્રેન્ડલી વેજીટેબલ/હર્બલ ગાર્ડનનો સફળ નવતર પ્રયોગ

ગાંધીનગરના ઉનાવા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આયુષ્માન ભારત-હેલ્થ એન્ડ વેલનેસ અન્વયે ઇકો ફ્રેન્ડલી વેજીટેબલ/હર્બલ ગાર્ડનનો સફળ નવતર પ્રયોગ

 

કર્વોલીટી ઇમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામ અને આયુષ્યમાન ભારત કાર્યક્રમ અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉનાવા ખાતે“Vegetable Roof garden & Eco Friendly Kitchen Garden” નો પ્રોજેકેટ Solid Liquid Resource management સંસ્થા વેલોર, તામિલનાડુના માર્ગદર્શન હેઠળ તા. ૨૯મી ફેબ્રુઆરી, ૨૦૧૯ ના રોજ શરૂ કરવામાં આવ્યો હતો.

પ્રાથમિક આરોગ્ય કક્ષાએ આયુષ્યમાન ભારતના હેલ્થ એન્ડ વેલનેસ કાર્યક્રમ અંતર્ગત સર્વગ્રાહી આરોગ્યની પ્રાથમિક સંભાળમાં બિનચેપી રોગો જેવા કે કેન્સર, ડાયાબીટીસ અને હાયપર ટેન્શનનું પ્રમાણ પ્રતિદિન વઘી રહ્યું છે. તેમજ કુપોષણ અને ખાસ કરીને મહિલાઓમાં પાંડુરોગનું પ્રમાણ ઘટાડવા માટે જંતુ નાશક દવાઓ વિહિન આપણાં જ ઘર આંગણે આપણા માટે ખૂબ જ ઓછા ખર્ચે શાકભાજીનું ઉત્પાદન કરી તદુંરસ્ત બનીએ છીએ. તે અન્વયે મકાનના ઘાબા પર રૂફ ટોપ કિચન ગાર્ડન અને ઘરની આસપાસની જગ્યા પર ઇકો ફ્રેન્ડલી કિચન ગાર્ડન બનાવવા લોક જાગૃતિ કેળવાય તે માટે ઉનાવા પ્રાથમિક આરોગ્યના ઘાબા પર રૂફ ટોપ કિંચન ગાર્ડન તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આવેલી જગ્યા પર ઇકો ફ્રેન્ડલી કિચન ગાર્ડન બનાવવા માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના કમિશનર શ્રી ર્ડા. જયંતિ રવિ એ અંગત રસ લઇ ઉનાવા ખાતે વારંવાર મુલાકાત લઇ જરૂરી માર્ગદર્શન આપી રહ્યા છે.

આ ગાર્ડન બન્યા પછી ગાંધીનગર અને રાજયના તમામ જિલ્લાઓના ઉચ્ચ આરોગ્ય અઘિકારીઓને ઉનાવા ખાતેની મુલાકાત કરાવી છે. તમામ જિલ્લાઓમાં લોક જાગૃતિ માટે સરકારી આરોગ્ય સંસ્થાઓમાં આ પ્રકારના રૂફ ટોપ કિંચન ગાર્ડન અને ઇકો ફેન્ડલી કિંચન ગાર્ડન બનાવી કિલન એન્ડ ગ્રીન ગુજરાત બનાવવા જણાવ્યું છે. આ ગાર્ડનમાં વિવિઘ પ્રકારની લીલા પાંદડાવાળી શાકભાજીના ઉછેર માટે ૪૦% ગાયનું છાણ, ૪૦% ગામની માટી તથા ૨૦% જીણી રેતી (બારીક, ભોગાત) નો ઉપયોગ કરવામાં આવેલ અને કોઇ પણ પ્રકાર ના રાસાણિક ખાતર કે જંતુનાશક દવાનો ઉપયોગ કરવામાં આવેલ નથી. ગાય આધારીત જીવામૃતનો (દવા) તરીકેનો ઉપયોગ કરવામાં આવેલ છે. આ પ્રોજેક્ટમાં કોઇ પણ પ્લાસ્ટીકનો ઉપયોગ કરવામાં આવેલ નથી તથા નીલગીરી, વાંસ, કાથીની દોરી તથા નળીયા દ્વારા કુદરતી (રીસોર્શ) દ્વારા બનાવવામાં આવેલ છે. આ અનુંસધાને નીલગીરીના પોલ (૨૦૦ નંગ), વાંસ,(૧૫૦ નંગ), તથા કાથીની દોરી(૪૦ બંડલ) તથા નળીયા (૬૦૦૦ નંગ) નો સમાવેશ થાય છે.

કુદરતી રીતે બનાવેલ આ પાયલોટ પ્રોજેક્ટ ભારત તથા ગુજરાતમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કક્ષાએ સફળતા પુર્વક કરવામાં આવેલ છે. જેની નોંધ ભારત સરકાર માંથી આવેલ શ્રી મનોજ ઝાલાણી, એડીશનલ સેક્રેટરી, & મિશન ડાયરેક્ટર NHM ભારત સરકાર તથા ડૉ.અરૂણસિંઘ, નેશનલ એડવાઇઝર RBSK એ લીધી હતી. જેઓ આ પ્રોજેક્ટ નિહાળી પણ ખુબજ પ્રાભાવિત થયા હતા. હાલની આરોગ્યની પરિસ્થિતિ પ્રમાણે લોકો જે ખાઇ રહ્યા છે. તે ખુબજ હાનીકારક છે. કહેવત છે કે, “અન્ન એવો ઓડકારજેવું આપણે ખાઈએ તેવું જ આપણુ આરોગ્ય કાયમી જળવાઇ રહે છે પરંતુ આજે આપણે પેસ્ટીસાઇડ વાળુ (ઇન ઓર્ગેનિક) સતત ખાઇ રહ્યા છીએ જે આપણા માટે કેન્સર જેવા રોગો પણ થઇ શકશે છે.

 

ગાંધીનગર શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..