Back

મુખ્યમંત્રીએ ઉઝબેકિસ્તાનમાં સરદાર પટેલ સ્ટ્રીટનું નામકરણ અને અર્ધપ્રતિમાનું અનાવરણ કર્યું.

મુખ્યમંત્રી ઉઝબેકિસ્તાનમાં પ્રથમ દિવસ

આંદિજાનમાં સરદાર પટેલની અર્ધપ્રતિમાનું અનાવરણ – 

સરદાર પટેલ સ્ટ્રીટ નામાભિધાન કરતા વિજયભાઈ રૂપાણી

 

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ઉઝબેકિસ્તાન પ્રવાસના પ્રથમ દિવસે આજે આંદિજાનમાં સરદાર પટેલ સ્ટ્રીટનું નામકરણ અને સરદાર સાહેબની અર્ધપ્રતિમાનું અનાવરણ આંદિજાન પ્રદેશના ગવર્નર શુખરત અબ્દુરાહમોનોવની ઉપસ્થિતિમાં કર્યું હતું.

તેમણે અંદિજાન ગવર્નરના આ ઉમદા કાર્યને બિરદાવતા જણાવ્યું કે ગુજરાતમાં સરદાર સાહેબની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી છે અને તેમના વિરાટ વ્યક્તિત્વ અને પ્રતિભાને ઉઝબેકિસ્તાને આજે અર્ધપ્રતિમા અનાવરણ અને સરદાર પટેલ સ્ટ્રીટ નામાભિધાનથી નવી ઊંચાઈ આપી છે.

 

અહેવાલ ચિરાગ મકવાણા 

ગાંધીનગર શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..