Back

સોમનાથ મંદિરના ૭૦ ‘ માં સ્થાપના દિવસ નીમીત્તે સોશ્યલ ડિસ્ટન્સ સાથે વિશેષ મહાપૂજા , ધ્વજાપૂજા કરવામાં આવી

સોમનાથ મહાદેવ જ્યોતિર્લિંગ જે સ્થાને પર હતુ તે સ્થાન પર પુનઃસ્થાપના કરી સરદારશ્રીએ દેશવાસીઓ પર એક મોટું ઋણ કર્યું છે .તા . ૧૧ મે ૧૯૫૧ , વૈશાખ શુક્લ પાંચમના દિને પ્રથમ રાષ્ટ્રપતિશ્રી ડો . રાજેન્દ્રપ્રસાદ દ્વારા ગર્ભગૃહનું ઉદ્દઘાટન કરવામાં આવેલ . સમુદ્રમાં સણગારેલી બોટમાં રાખવામાં આવેલ ૨૧ તોપની સલામી સાથે ભક્તોએ જય સોમનાથ ના નાદ સાથે સોમનાથ મંદિર પર ધ્વજારોહણ કરવામાં આવેલ . આજે આ પ્રસંગે સરદાર વલ્લભભાઈ પટેલ સાથે સોમનાથ નિર્માણમાં મહત્વની ભુમીકા અદા કરનાર લોકો તરીકે દિગ્વિજયસિંહ , કાકા સાહેબ ગાડગીલ , મોરારજીભાઈ દેસાઈ , કનૈયાલાલ મુન્શી સામેલ હતા . આજે જો સરદાર ને યાદ કરીએ તો કનૈયાલાલ મુન્શીના શબ્દો યાદ આવે કે“જો સરદાર ન હોત , તો આપણી આંખો સોમનાથનુ પૂનઃનિર્માણ નિહાળવા સભાગી થઈ નહોત ” કોરોના મહામારીના સંજોગોમાં ૭૦માં સ્થાપના દિવસ નિમિત્તે મહાપુજા દરમ્યાન સોમનાથ મહાદેવને પ્રાર્થના કરવામાં આવી વિશ્વને કોરોના મુક્ત થાય , ટ્રસ્ટના જનરલ મેનેજરશ્રી દ્વારા ધ્વજાપૂજન કરેલ હતું , વિશ્વકલ્યાણની સોમનાથજીને પ્રાર્થના કરેલ હતી . સાંજે સોમનાથ મહાદેવ શૃંગારદર્શન અને દિપમાલા કરવામાં આવશે . તસ્વીર મહેન્દ્ર ટાંક સોમનાથ

ગીર સોમનાથ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી