Back

અડવાણીજીના 92’ માં જન્મદિવસ નીમીતે શ્રી સોમનાથ મહાદેવને વિશેષ પૂજન..

શ્રી સોમનાથ ટ્રસ્ટના માન.ટ્રસ્ટી શ્રી લાલકૃષ્ણ અડવાણીજીના 92’ માં જન્મદિવસ નીમીતે શ્રી સોમનાથ મહાદેવને વિશેષ પૂજન..


           આજરોજ શ્રી સોમનાથ ટ્રસ્ટના માન.ટ્રસ્ટી શ્રી અડવાણીજીના જન્મદિવસની ઉજવણી પ્રસંગે સોમનાથ મંદિર  ખાતે પ્રાત:કાળે તેઓના નિરામય આરોગ્ય માટે તેમજ દિર્ઘાયુષ્ય માટે આયુષ્યમંત્ર જાપ તથા મહાપૂજા કરવામાં આવેલ, જેમાં ટ્રસ્ટના જનરલ મેનેજરશ્રી, એકાઉન્ટન્ટશ્રી, મા.ટેમ્પલ મેનેજરશ્રી, વહીવટ મેનેજરશ્રી, કૃષી અને બાગ મેનેજરશ્રી, સહિત અધિકારીશ્રીઓ તથા સુપરવાઇઝરશ્રીઓ જોડાયા હતા. તેમજ સાયં આરતીમાં દીપમાલિકા પ્રજ્વલિત કરવામાં આવશે. શ્રી સોમનાથ ટ્રસ્ટના માન.અધ્યક્ષ શ્રી, તમામ ટ્રસ્ટીશ્રીઓ, અધિકારીઓ  સમગ્ર ટ્રસ્ટ પરિવાર તરફથી માન. ટ્રસ્ટી શ્રી અડવાણીજીને  જન્મદિવસે શુભેચ્છા પાઠવવામાં આવેલ.


તસ્વીર મહેન્દ્ર ટાંક સોમનાથ