Back

વસ્તીનિયંત્રણને લગતો કાયદો બનાવવામાં ભૂલકાઓ દ્વારા લખવામાં આવ્યો પ્રધાનમંત્રીને પત્ર

દેશની ચિંતા કરતા માસૂમ ભૂલકાઓ

ગીર-સોમનાથ જિલ્લાના રાતડ ગામની પ્રાથમિક શાળાના ધોરણ.૬-૮ ના બાળકોએ પ્રધાનમંત્રી ને લખ્યો પત્ર.

પત્રમાં વિદ્યાર્થીઓએ વસ્તીવધારાને લઈને ઉલ્લેખ કર્યો હતો કે અમે સામાજીક વિજ્ઞાનમાં  ભણ્યા છે કે આપણા દેશની તમામ સમસ્યાઓનું મૂળ તપાસીએ તો ક્યાંક ને ક્યાંક વસ્તીવધારો જ જોવા મળે છે,વળી ૨૦૧૧ની વસ્તી ગણતરી સમયે દેશની વસ્તી ૧૨૧ કરોડ આસપાસ હતી જે હવે ૧૩૦ કરોડ એ પહોંચી જવા આવી છે ત્યારે આપણે દેશમાં બેરોજગારી, ભૂખમરો,બેકારી,લૂંટફાટ,ગરીબી વગેરે ભયાનક સમસ્યાઓ પર નિયંત્રણ લાવી શકીએ તે માટે પ્રધાનમંત્રી ને 'વસ્તીનિયંત્રણ કાયદો'લાવી ૨ સંતાનોનો કાયદો બનાવવા વિનંતી કરી હતી.