Back

ઉનામાં સર્પદંશના દર્દીને સારવાર આપી જીવ બચાવતા ઉના સરકારી હોસ્પિટલના તબીબ....

ઉનામાં સર્પદંશના દર્દીને સારવાર આપી જીવ બચાવતા ઉના સરકારી હોસ્પિટલના તબીબ....

ઉનાના હાઈસ્કૂલની સામેના વિસ્તારમાં રહેતા સુનિલભાઈ ગોસ્વામી નામના વ્યક્તિ રાત્રીના સમયે ઘર પાસે હતા ત્યારે તેમના ઘર પાસે સાપ નીકળતા તેઓ લાકડી લઈ દૂર ખસેડતા હતા ત્યારે ક્રેટ નામના સાપે આંગળીના ભાગે દંશ મારતા તેઓને તાત્કાલિક સારવાર માટે ઉના સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવેલ હતા. ત્યા ડો.એન.કે.જાદવ સાહેબે તાત્કાલિક સારવાર ચાલુ કરેલ હતી.

ઉના સરકારી હોસ્પિટલમાં રોજ ૨૫૦ થી વધુ દર્દીની સારવાર....

બે જ ડોક્ટરો  દ્વારા સેવાકાર્ય

ડોક્ટરોની અછત છતાં કામગીરી વધુ....

ડોળાસા માં ૩ ડોક્ટર જ્યારે ગીર ગઢડામાં ૪ ડોક્ટર....

મહિને ૨૫૦ મારામારીના કેસ તથા ૨૦૦ ડીલેવરી અને ૧૫ થી વધુ પીએમ......

અત્યાર સુધીમાં સર્પદંશના  3 લોકોને જીવનદાન મળ્યા.....

ક્રેટ નામ નો સૌથી જેરી સાપ જે આફ્રિકાના  જંગલમાં જોવા મળે છે ભાગ્યે જ ભારતમાં જોવા મળે છે.....

આ સાપના ડંશથી દર્દી ને 10 મિનિટમાં સારવાર ના મળે તો મૃત્યુ પામે છે....

આ સુનિલભાઈ  ગોસ્વામી  નામના દર્દીને બે કલાકમાં જ સારવાર દરમિયાન રિકવરી આવી હતી. સર્પદંશના દર્દીઓ પાસેથી સારવાર માટે ઉના ની ખાનગી હોસ્પિટલના ડોક્ટરો હજારો રૂપિયા સારવારના લે છે ત્યારે ઉનાની સરકારી હોસ્પિટલ ના વર્ષો જૂના અનુભવી અને સારા તબીબ ડો.એન.કે.જાદવ સાહેબે સર્પદંશનું ઝેર ચડતા દર્દીને તાત્કાલિક સારવાર આપી જીવ બચાવી લીધો હતો હોસ્પિટલમાં માત્ર બે જ ડોક્ટર હોવા છતાં રાત્રીના સમયે ઈમરજન્સી મા તાત્કાલિક દોડી આવી અને સારવાર આપી હતી સર્પદંશ ની સારવાર સરકારી હોસ્પિટલમાં થતી હોય છે ત્યારે ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લોકોના હજારો રૂપિયા આપવા પડે છે....