Back

જામનગર જીલ્લા કલેકટર રવિશંકરના અધ્યક્ષ સ્થાને રોગી કલ્યાણ સમિતિની બેકઠ યોજાઈ

જામનગર જીલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં કલેકટર રવિશંકરના અધ્યક્ષ સ્થાને રોગી કલ્યાણ સમિતિની બેકઠ યોજાઈ જેમાં  રોગી કલ્યાણ સમિતિ દ્વારા જી.જી.હોસ્પિટલને લગતા પ્રશ્નો રજુ કરવામાં આવેલ હતા. આ પ્રશ્નોમાં સીક્યુરીટી, ડેટા એન્ટ્રી ઓપરેટરોની ભરતી કરવા, નવા સાધનો વસાવવા, નવી સુવિધાઓ ઉભી કરવા જેવી બાબતોને આવરી લેવામાં આવેલ હતી.

ખુલ્લા વેચાણ થતા માસ્કનો ઉપયોગ ન કરવા તથા ફકત દર્દીઓ અને બીમાર લોકોએ જ ત્રીપલ લેયર માસ્કનો ઉપયોગ કરવા કલેકટર રવિશંકર દ્વારા જામનગરવાસીઓને અપીલ કરતાં વધુમાં ઉમેર્યું કે, તેઓ દ્વારા વિક્રેતાઓને પણ ખુલ્લા માસ્ક ન વહેંચવા તથા જો કોઇ વિક્રેતા ખુલ્લા માસ્ક વહેંચતા કે માસ્કના નિર્ધારીત ભાવ કરતાં વધુ ભાવ લેતા પકડાશે તો તેના વિરૂધ્ધ કડકમાં કડક પગલા લેવામાં આવશે.

હાલમાં વૈશ્વીક સ્તરે ઉભી થયેલ COVID-19ની સમસ્યાને ધ્યાને લઇને અંદાજે ૨ લાખ ત્રીપલ લેયર માસ્ક, ૧૦ હજાર N-૯૫ માસ્ક અને ૨ હજાર સ્ટરીલીયમ ખરીદવાની જરૂરીયતને સમિતિ દ્વારા રજુ કરવામાં આવતા આ બેઠક બોલાવવામાં આવેલ હતી.

આ બેઠકમાં કલેકટર રવિશંકર, જી.જી.હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડો.નંદની બાહરી, એમ.પી.શાહ મેડિકલ કોલેજના ડીન ડો.નંદની દેશાઇ, પ્રાંત અધિકારીશ્રી જેઠવા, જી.જી.હોસ્પિટલના ડો.દિપક તિવારી, ડો.એફ.ડી.ઘાંચી, ડો.એમ.એન.મહેતા, ડો.એ.સી.તન્ના, ડો.એ.બી.અગ્રાવત, ડો.સાબીના શેખ, મયુરી સમાણી, વનરાજસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યાં હતા.

જામનગર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..