Back

જામનગર શહેરમાં હવે જાહેરમાં થુંક્નારાઓ ની ખૈર નહિ : તંત્ર દ્વ્રારા કરવામાં આવશે દંડાત્મક કાર્યવાહી :


જામનગર શહેર માં તંત્ર દ્વ્રારા કોરોના નાં કહેર ને લઈને જાહેરમાં થૂંકવા પર કડક દંડની કાર્યવાહી  કરવામાં આવી રહી છે, ત્યારે જાહેરમાં થૂંકનાર સામે દંડાત્મક કાર્યવાહીની ચેતવણી આપવામાં આવ્યા બાદ સાવચેતીના ભાગ રૂપે જામનગરમાં બે દિવસમાં ૨૬ જેટલા  વ્યકિતઓને દંડ ફટકારવામાં આવ્યો છે. સાથે જ મનપા  દ્વારા આ માટે શહેરમાં વોર્ડ વાઈઝ અલગ અલગ ત્રણ ટીમો બનાવવામાં આવી છે. જે શહેરનાં જુદા જુદા વિસ્તારોમાં જાહેરમાં થૂંકનારાઓ સામે દંડાત્મક કાર્યવાહી કરશે. જામનગર મહાનગર પાલિકા  દ્વારા શહેરમાં જાહેરમાં થૂંકનારા પાસેથી 500 લેખે દંડ વસુલવામાં આવ્યો હતો. અને અગામી દિવસોમાં પણ આ કામગીરી અવિરત ચાલુ રહેશે

જામનગર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..