Back

જામનગરમાં બોર્ડની પરીક્ષાની બોગસ રીસીપ્ટ કૌભાંડનો પર્દાફાશ કરતી એસ.ઓ.જી પોલીસ

જામનગર શહેરમાં બનાવટી રીસીપ્ટ તૈયાર કરી અને ડમી વિદ્યાર્થી તરીકે પરીક્ષા આપવાનાં  કૌભાંડનો પર્દાફાસ કરતી  એસ.ઓ.જી પોલીસ

જામનગર શહેરમાં ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓ ની ચાલી રહેલી પરીક્ષા દરમિયાન બનાવટી રીસીપ્ટ તૈયાર કરી અને ડમી વિદ્યાર્થી તરીકે પરીક્ષા આપવા માટેનું એક કૌભાંડ એસ.ઓ.જી શાખાની ટીમે પકડી પાડયું છે. જામનગરના ગુલાબનગર વિસ્તારમાં ટ્યુશન ક્લાસ ચલાવતા એક શખ્સને પકડી પાડયો છે. અને તેના કબજામાંથી જુદા-જુદા ત્રણ વિદ્યાર્થીઓ ની રીસીપ્ટ કબજે કરી લીધી છે. જે વિદ્યાર્થી ના બદલે પોતે પરીક્ષા આપવા જતો હતો, અને આઠ પેપર આપી દીધાનું ખુલ્યું. છે ધોરણ ૧૦- ૧૨ અને કોલેજના ત્રણ વિદ્યાર્થીઓ પાસેથી પેપર આપવા માટે રૂપિયા અડધા લાખની રોકડ રકમ વસૂલ કરી લીધી હોવાનું પણ બહાર આવ્યું છે. પોલીસ આ મામલાના ઉંડાણપૂર્વકની તપાસ ચલાવી રહી છે. જામનગર શહેરમાં અને ખાસ કરીને શિક્ષણ જગતમાં ભારે ચકચાર જગાવનારા આ બનાવની વિગત એવી છે કે જામનગરના ગુલાબનગર વિસ્તારમાં પૂજા ટ્યુશન ક્લાસ ચલાવતા સુનિલ નાગજીભાઈ પરમાર નામના ૩૪ વર્ષના શખ્સ દ્વારા બનાવતી રીસીપ્ટ તૈયાર કરી જાતે જ ડમી વિદ્યાર્થી તરીકે પરીક્ષા આપતો હોવાનું અને વિદ્યાર્થી પાસેથી નાણાં ખંખેરતો હોવાનું કૌભાંડ ચલાવવામાં આવતું હોવાની એસ.ઓ.જી શાખાને માહિતી મળતા આજે સવારે એસ.ઓ.જી.ની ટુકડીએ ગુલાબ નગર માં પહોંચી જઈ સુનિલ નાગજી પરમાર નામના શખ્સની અટકાયત કરી લીધી હતી. પોલીસ દ્વારા તેની તપાસણી કરવામાં આવતા તેના કબજામાંથી જુદા-જુદા ત્રણ વિદ્યાર્થીઓ ની રીસીપ્ટ મળી આવી હતી જેમાં ધોરણ ૧૦ના એક વિદ્યાર્થી, ધોરણ ૧૨ના એક વિદ્યાર્થી તેમજ કોલેજના એક વિદ્યાર્થીની રીસીપ્ટ મળી આવી હતી. તે તમામ રીસીપ્ટ માં તેણે પોતાના ફોટા ચોંટાડી દીધા હતા..દ્યાર્થી, ધોરણ ૧૨ના એક વિદ્યાર્થી તેમજ કોલેજના એક વિદ્યાર્થીની રીસીપ્ટ મળી આવી હતી. તે તમામ રીસીપ્ટ માં તેણે પોતાના ફોટા ચોંટાડી દીધા હતા..

જામનગર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..