Back

જામનગરની જાગૃત જનતાજોગ જાહેર સંદેશ સાથે અપીલ કરતા જિલ્લા કલેકટર


કોરોના વાઇરસ તથા બીમારી સામે યુદ્ધ તથા આત્મરક્ષાના ભાગરૂપે સરકારશ્રી દ્વારા ભારતના તમામ નાગરિકોને તારીખ ૨૨/૩/૨૦૨૦ના સવારના ૭:૦૦વાગ્યા થી રાત્રીના ૯:૦૦ વાગ્યા સુધી જનતા કરફ્યુનું પાલન કરવા કરાયેલા અનુરોધનું સન્માન જાળવીને જામનગર શહેર-જિલ્લાના નાગરિકોએ આ સમય દરમ્યાન પૂરેપૂરો સહયોગ આપેલ છે. જે બદલ જામનગર જિલ્લા વહીવટીતંત્ર તમામ નાગરિકોને બિરદાવે છે.


વધુમાં, આ બાબતે થોડાક વધારે જાગૃત તથા સાવચેત રહેવાની જરૂર જણાયેલ છે. વાસ્તે, જામનગર શહેર-જિલ્લાની જનતાને તારીખ : 22-3-2020ના રાત્રીના 09:00 વાગ્યા બાદ પણ આખી રાત્રિ દરમિયાન જનતા કરફયૂ યથાવત રાખવા અને આ મહામારી સામેનું યુદ્ધ ચાલુ રાખીને દેશવાસીઓનું રક્ષણ કરવા તથા આ સમયગાળા દરમિયાન અને તેના પછી પણ લોકો વ્યક્તિગત સ્વચ્છતા જાળવે, બિન જરૂરી બહાર નીકળવાનું ટાળે તથા અન્ય વ્યક્તિઓથી જરૂરી અંતર જાળવી રાખે, તેવું સહૃદય આહવાન કરવામાં આવે છે.

જામનગર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..