Back

જામનગર જિલ્લો લોકડાઉન:કલેકટરશ્રી દ્વારા લોકોને સંદેશ “જીવન જરૂરિયાતની દરેક વસ્તુ મલી રહેશે


જામનગર જિલ્લો લોકડાઉન

૦૦૦૦

કલેકટરશ્રી દ્વારા લોકોને સંદેશ “જીવન જરૂરિયાતની દરેક વસ્તુ પ્રાપ્ય થશે

પરંતુ દુકાનો પર ભીડના કરો સલામત અંતર રાખો” 


લોકોને શેરીના નાકે, સોસાયટીઓમાં કે ગલીઓમાં પણ એકઠા ન થવા અનુરોધ

ગુજરાતમાં લોકાડાઉન જાહેર કરવામાં આવેલ છે, ત્યારે લોકોને ગભરાટમાં નહી પરંતુ સતર્ક રહેવા કલેકટરશ્રી જામનગરએ જણાવતા કહ્યુ હતુ કે, જામનગર જિલ્લો પણ ગુજરાત રાજ્યના દરેક જિલ્લાની જેમ લોકડાઉનની પરિસ્થિતિમાં આવી ગયો છે, ૩૧ માર્ચ સુધી આ જ પરિસ્થિતિ રહેવાની છે ત્યારે લોકોને જીવન જરૂરિયાતની વસ્તુ જેવી કે, કરીયાણાની દુકાન, શાકભાજીની દુકાન, દુધની દુકાન અને દવાઓના સ્ટોર બધું ચાલુ રહેશે. એમાં લોકોને કોઈપણ જાતની અગવડ ન પડે તે માટે વહીવટી તંત્ર કટિબદ્ધ છે. આ માટે આવશ્યકતા ઉત્પન્ન થશે તો તંત્ર દ્વારા ૨૪ કલાક આ દુકાનો ચાલુ રાખવાની પરવાનગી આપવામાં આવશે એટલે કોઈપણ રીતે દુકાન પર ભીડ ના કરવી જે રીતે એટીએમમાં ગુપ્તતા જાળવવા માટે ઓછામાં ઓછા એક મીટરના અંતરે એકબીજાથી ઉભા રહેતા હોઈએ છીએ તેમ જ કરિયાણાની દુકાન, દવાની દુકાનની પર પણ જાઓ ત્યારે એક મીટરનું અંતર રાખવા કલેકટરશ્રીએ અનુરોધ કર્યો હતો. 

વળી જે ૨૪ કલાક દુકાનો ચાલુ રાખવાની છે તે સ્થળો પર હેન્ડ સેનીટાઇઝર અને સોડીયમ હાઇપોકલોરાઇડના સોલ્યુશનથી પોતાની દુકાનને, ડેશબોર્ડનેકે જે જ્ગ્યાઓ પર લોકો હાથ અડાડતા હોય તે જ્ગ્યાઓ પર સેનીટાઇઝેશનની વ્યવસ્થા રાખે.  સાથે સાથે લોકોને પણ અપીલ કરી હતી કે, જ્યારે પણ બહાર જાઓ અને જ્યારે પણ લિફ્ટમ કે ગેટ કે અડકો છો તો શક્ય છે કે તે બીજા લોકો એ પણ અડકયા હોય તેથી વારંવાર હાથ દ્વારા મો, નાક અને કાનને અડકવાનું ટાળો તેનાથી જાન જોખમમાં પણ પડી શકે છે. વળી જિલ્લા સમાહર્તાશ્રીએ વિનંતી કરી હતી કે, શક્ય હોય ત્યાં લોકો રોકડા રૂપિયાથી વ્યવહાર કરવાનું ટાળો અને ક્રેડિટ કાર્ડ/ ડેબિટ કાર્ડ, ભીમ એપ કે અન્ય ડિજીટલ પે પ્લેટફોર્મનો ઉપયોગ કરો.  

જામનગરમાં લોકો શેરીના નાકે આવીને બેસવા માટે ટેવાયેલા છે, લોકો આવે અને રોડની બાજુમાં ચાર પાંચ લોકો એકઠા થઇ બેસતા જોવા મળે છે, જે જોખમી છે અને ઘણા લોકો નાના બાળકોને પણ સાથે લઇને બેઠા જોવા મળેલ છે જે અતિ જોખમી છે આ પ્રકારની સામાજીક બેઠકો ટાળી તંત્રને સહકાર આપો. ઘણા જાહેરપ્લોટ કે સોસાયટીના કોમન પ્લોટમાં પણ બહુ લોકો એકઠા થાય છે, લોકો ઘણા મીટીંગ પણ યોજે છે જે હાલના સમયમાં ખૂબ જોખમી છે. લોકાડાઉનનો અર્થ લોકો ઘરમાં જ રહેવું અને બહાર આવીને બીજા કોઈપણ સાથે કોઈ પણ પ્રકારના સ્પર્શ કે શેરિંગથી દૂર રહેવાનું છે. બાળકો અને જે ૬૦ વર્ષથી ઉપરના નાગરિકોના  આરોગ્યનું ખાસ ધ્યાન રાખવું. શક્ય હોય ત્યાં સુધી બિલકુલ ગરમ ભોજન જ કરો અને વાહનોમાં પણ બિનજરૂરી મોટરસાઇકલ ઉપર શહેરમાં ફરવા નીકળવું નહી. વાલીઓને પણ વિનંતી કરતા કલેકટરશ્રીએ  છે કે જણાવ્યું કે, શહેરમાં બિનજરૂરી ફરતા લોકો ૩૦ વર્ષની નીચેના યુવાનો છે ત્યારે વાલીઓ એમને સમજાવે કે અન્યથા તંત્ર દ્વારા હજુ વધારે કડકાઈથી કાયદાનું અમલીકરણ કરાવવામાં આવશે. જે લોકો માટે પણ યોગ્ય નથી અને અમારા માટે પણ યોગ્ય નથી. કારણકે હાલ તંત્ર દ્વારા કોરોનાની બિમારીને ફેલાતી અટકાવવાની  કામગીરી પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. અત્યારે લગભગ ૭૦૦થી ૮૦૦ લોકો હોમકોરન્ટાઇન છે જેમને પૂરતી સારવાર મળે અને તેઓ અન્ય લોકોના સંપર્કમાંન આવે તે માટેના ભગીરથ પ્રયાસો તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે ત્યારે લોકોનો સહયોગ અને સહકાર સૌથી અગત્યનો છે એટલે કૃપા કરીને જે કાયદો લાગુ કરવામાં આવેલ છે એ કાયદાના સંપૂર્ણ રીતે માનસિક રીતે અને શારીરિક રીતે પાલન કરી લોકો એમાં સહયોગ આપે તેમ ઉમેર્યું હતું.

જામનગર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..