Back

જામનગર જિલ્લા વહીવટી તંત્રનું સંવેદનશીલ કદમ

વિશ્વ કોરોના વાયરસની મહામારીમાં એક આપદાની પરિસ્થિતિમાં જીવી રહ્યું છે. આ વૈશ્વિક મહામારીની કપરી પરિસ્થિતિમાં જામનગર વહીવટીતંત્રે એક સંવેદનશીલ કદમ ઉપાડયું છે. જામનગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જામનગરના જોડીયા ભૂંગા વિસ્તારના ૧૩૭ અગરિયા પરિવારોને જીવન આવશ્યક વસ્તુઓ જેવી કે લોટ,દાળ,ચોખા,તેલ વગેરેની  કીટ વિતરિત કરવામાં આવી છે. 


કલેકટરશ્રી રવિશંકરે આ તકે કહ્યું હતું કે, જિલ્લાના કોઈપણ વ્યક્તિને જીવન આવશ્યક વસ્તુઓ માટે હાલાકી  ભોગવવી નહીં પડે. રોજ કમાઈ રોજ ઘર ચલાવતા શ્રમિકોને પણ પરિવારના ગુજરાન માટે જીવનજરૂરી વસ્તુઓ પ્રાપ્ય કરાવવા રાજ્ય સરકાર પ્રતિબધ્ધ છે. ત્યારે જામનગરના રોજની રોજી રળતા અગરિયા પરિવારોના શ્રમિકો હાલની પરિસ્થિતિમાં પોતાના પરિવારનું ગુજરાન ચલાવી શકે તે માટે પુરવઠા અધિકારી સાથે સંકલન કરી કલેકટરશ્રી દ્વારા બાંધવા માટેની કાચી સામગ્રી ની કીટ બનાવી ૧૩૭ પરિવારોને વિતરિત કરવામાં આવી હતી.

જામનગર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..