Back

જામનગરમા આવી સંજીવની-સાંસદ પૂનમબેન માડમ અને અધીકારીઓ પદાધીકારીઓ દ્વારા સ્વાગત

રિપોર્ટર  નયના દવે જામનગર

જામનગરમા આવી સંજીવની-સાંસદ પૂનમબેન માડમ અને  અધીકારીઓ પદાધીકારીઓ દ્વારા સ્વાગત વડાપ્રધાન મોદીની પ્રેરણા સાથે આત્મનિર્ભર ભારતનુ પ્રતિક એટલે કોરોના સામે  સુરક્ષા કવચ એમ  જણાવતા સાંસદ જામનગર આવી પહોચતા તેનું સાંસદ પુનમબેન માડમ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું છે.  રાજ્યભરમાં આગામી શનિવારથી દેશભરમાં કોરોના વેક્સીનેશન પીરીયડ શરુ થશે.

રાજ્યમાં આવી પહોચેલ રસીને જિલ્લાઓમાં પહોચતી કરવામાં આવી છે. આજે જામનગર ખાતે પણ વેક્સીનનો જથ્થો  આવી પહોચ્યો છે. પ્રથમ તબક્કામાં ૧૪ હજાર ડોઝ નિશ્ચિત કરવામાં આવ્યા છે. આ જથ્થો રાત્રે જામનગર કલેકટર કચેરીએ આવી પહોચ્યો હતો. સુરક્ષા વ્યવસ્થા હેઠળ આવી પહોચેલ વેકસીનના જથ્થાનું સાંસદ, કલેકટર, કમિશ્નર અને વહીવટી તંત્રની ટીમ દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ હતું. સાંસદ પૂનમબેન માડમ દ્વારા શ્રીફળ અને હારતોરા કરી વેકશિનના વધામણા કરવામાં આવ્યા હતા. પ્રથમ તબ્બકામાં જામનગર શહેરમાં નવ હજાર અને જીલ્લામાં પાંચ હજાર ગ્રામ્ય વિસ્તારમાં વેક્સીનેશન ડોઝ આપવામાં આવશે. પ્રથમ તબ્બકામાં આરોગ્યકર્મીઓ અને ફ્રન્ટ લાઈન વોરિયરનો સમાવેશ થશે. વેક્શીનેશન માટે જીલ્લામાં આઠ કેન્દ્ર નિશ્ચિત કરવામાં આવ્યા છે. કોરોના રસીએ આપણા દેશની ઉપલબ્ધી છે. આ રસીકરણથી કોઈ આડ અસર નહી થાય અને ભય ન પામવા પણ અપીલ કરવામાં આવી છે.

આ તકે સંસદ સભ્ય શ્રી પૂનમબેન માડમ ઉપરાંત જીલ્લા કલેક્ટર રવિશંકર કમિશનર સતિષ પટેલ ડીડીઓ વીપીન ગર્ગ શહેર ભાજપ અધ્યક્ષ વિમલ કગથરા જીલ્લા ભાજપ પ્રમુખ રમેશ મુંગરા તેમજ આરોગ્ય અધીકારીઓ સહિત લગત વિભાગના જવાબદારો ઉપસ્થિત રહ્યા હતા સાંસદ શ્રીપૂનમબેન  માડમએ આ વેક્સીન આત્મનિર્ભર ભારતનુ પ્રતિક ગણાવી વડાપ્રધાન શ્રી મોદી સાહેબના પ્રેરણા અને જહેમત સાથેની સંકલ્પ સિદ્ધી સમાન દેશભરના નાગરીકો માટેનુ સુરક્ષા કવચ ગણાવ્યુ હતુ

જામનગર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..