Back

જામનગર શહેરમાં દારૂના ધંધાર્થીઓ પર ધોંસ બોલાવતી સીટી બી ડીવીઝન પોલીસ : અંગ્રેજી દારૂનો જથ્થો ઝડપી પાડયો


જામનગર જીલ્લામાં દારૂ-જુગારની બદી નાબુદ કરવા પોલીસ અધિક્ષક શરદ સિંઘલ સાહેબની સુચના અને નાયબ પોલીસ અધિક્ષક એ.પી.જાડેજા સાહેબના માર્ગદર્શન મુજબ ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર એચ.બી.ગોહિલ સાહેબ આજરોજ સીટી બી પો.સ્ટે. સર્વેલન્સ સ્કોડના પોલીસ સબ ઇન્સ. કે.સી.વાઘેલા સાહેબ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે ના.રા. પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સર્વેલન્સ સ્ટાફના પોલીસ કોન્સ. જશપાલસિંહ જેઠવા તથા જયપાલસિંહ જાડેજા તથા હરદીપભાઈ બારડ ને બાતમી મળેલ કે શીવમ એસ્ટેટ ના છેડે, નદીના કાઠે, રામેશ્વરનગરની પાછળ, માટેલ ચોક પાસે રહેતા કનકસિંહ ઉર્ફે લાલો જયવંતસિંહ જાડેજા તેના રહેણાક મકાનમાં અંગ્રેજી દારૂનો જથ્થો રાખેલ છે જે બાતમીને આધારે રેઈડ દરમ્યાન આરોપી કનકસિંહ ઉર્ફે લાલો જયવંતસિંહ જાડેજા જાતે.ગીરા ઉવ.૨૯ ધંધો.ડ્રાઈવીંગ રહે.શીવમ એસ્ટેટના છેડે નદીના કાઠે, રામેશ્વરનગરની પાછળ, માટેલચોક પાસે, ભગવાનજીભાઈના ભાડાના મકાનમાં જામનગર વાળાના કજા ભોગવટાના મકાનમાંથી ભારતીય બનાવટની અંગ્રેજી દારૂની અલગ-અલગ બ્રાન્ડની બોટલો નંગ-૫૦ જેની કિં.રૂ.૨૫૦૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડેલ છે અને સદર દારૂનો જથ્થો પુરો પાડનાર આરોપી શની ઉર્ફ શન્યો શંકર વર્મા રહે. ગાંધીનગર, પુનીત નગર જામનગર વાળાની તપાસ તજવીજ ચાલુ છે.

આ કામગીરીમા ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર એચ.બી.ગોહિલ તથા પોલીસ સબ ઇન્સ. કે.સી.વાઘેલા તથા પોલીસ હેડ કોન્સ. ચંન્દ્રવિજયસિંહ ઝાલા તથા અમીતભાઇ નિમાવત તથા પોલીસ કોન્સ. જયપાલસિંહ જાડેજા તથા હિતેન્દ્રસિંહ જાડેજા તથા કિશોરભાઈ પરમાર તથા હરદીપભાઈ બારડ તથા જશપાલસિંહ જેઠવા તથા યુવરાજસિંહ જાડેજા તથા ભુપતભાઈ પાટડીયા દ્રારા કરવામાં આવેલછે.

જામનગર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..