Back

જામનગર જિલ્લાના ૧૮૩૮૯૮ બાળકોના આરોગ્યની થશે તપાસણી :


આરોગ્ય વિભાગ દ્વારા યોજવામાં આવતો શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમએ રાજ્યની ભાવિ પેઢીના આરોગ્યનું જતન કરતો એક અગત્યનો સમયબધ્ધ કાર્યક્રમ છે. જામનગર જિલ્લામાં વર્ષ ૨૦૧૯-૨૦ દરમિયાન શાળા આરોગ્ય તપાસ કાર્યક્રમનું આગામી તા.૨૫/૧૧/૨૦૧૯ થી તા.૩૦/૦૧/૨૦૨૦ સુધી આયોજન કરવામાં આવેલ છે. તેમાં જિલ્લાની તમામ માધ્યમીકપ્રા.શાળાના તથા આંગણવાડીના મળી કુલ ૧૮૩૮૯૮ બાળકોને પ્રા.આ.કેન્દ્વના આરોગ્ય સ્ટાફ તથા મેડીકલ ઓફીસર દ્વારા આરોગ્ય તપાસ કરવામાં આવશે. જે પૈકી સંદર્ભ સેવાવાળા બાળકોને વધુ સેવા માટે રીફર કરી સંપુર્ણ સારવારની સુવિધા પુરી પાડવામાં આવશે.

        સમગ્ર જિલ્લામાં ચાલનારા શાળા આરોગ્ય તપાસ કાર્યક્રમનું યોગ્ય રીતે સંચાલન થાય તે માટે કલેકટરશ્રી રવિશંકર તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી રાજેન્દ્વ સરવૈયા અને આરોગ્ય વિભાગની માર્ગદર્શક સુચના મુજબ શાળા તપાસનું ગામ/શાળા વાર આયોજન કરેલ છે. આ કાર્યક્રમમાં આરોગ્ય તેમજ અન્ય વિભાગને પણ શાળા આરોગ્ય તપાસ કાર્યક્રમમાં સાંકળી લઈ લગત કામગીરી સમયસર કરવા સુચિત કરાયા છે. આ કાર્યક્રમને દરેક ગામમાં “શાળા આરોગ્ય સપ્તાહ” તરીકે ઉજવવામાં આવશે.

“શાળા આરોગ્ય સપ્તાહ” દરમિયાન લગત ગામ ખાતે વિવિધ કાર્યક્રમો યોજાશે તે પૈકી પ્રથમ દિવસે ગામ તથા શાળાની સફાઈપાણીના સ્ત્રોતગટરની સફાઈઔષદ્યિય વૃક્ષારોપણપ્રદર્શનબિજા દિવસે બાળકોની પ્રાથમિક તપાસઆરોગ્ય શિક્ષણબાળકોની ઉંચાઈ/વજનત્રીજા દિવસે ન્યુટ્રીશન દિવસઆરોગ્ય લગત હરીફાઈદાદા-દાદી મિટિંગચોથા દિવસે બાળકોની તબીબી તપાસવાલી મિટિંગ અને પાંચમાં દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમઆરોગ્યપ્રદ રમતોવકતૃત્વ સ્પર્ધાગ્રા.સં.સમિતિ મિટીંગપુર્ણાહુતિ કાર્યક્રમો યોજાશે.

પ્રા.આ.કેન્દ્વના મેડીકલ ઓફીસર દ્વારા બાળકોની આરોગ્ય તપાસ કરી સંદર્ભ સેવાની જરૂરીયાત વાળા બાળકોને વધુ તપાસ અર્થે તાલુકા કક્ષાએ જી.જી.હોસ્પિટલની ખાસ ડોક્ટરોની ટીમ દ્વારા બાળરોગ નિષ્ણાંતજનરલ ફીઝીશીયનઆંખના નિષ્ણાંતનાક કાન ગળાના નિષ્ણાંત તથા દાંતના ડોક્ટરોની ટીમ દ્વારા બાળકોની તપાસ કરવામાં આવશે. તાલુકા કક્ષાએ ટીએચઓ દ્વારા આ કામગીરીનું સંકલન કરી વધુ સારવાર વાળા બાળકોને રાજ્યની હોસ્પિટલોમાં કે અન્ય રાજ્યોની હોસ્પિટલોમાં વિના મુલ્યે સારવાર પુડી પાડવામાં આવશે.

જામનગર જિલ્લામાં ગત વર્ષ દરમિયાન શાળા આરોગ્ય તપાસ દરમિયાન ગંભીર રોગવાળા કેન્સરના-૨૮હ્યદય રોગના-૧૩૪કીડનીના-૨૩થેલેસેમીયા-૪ તથા અન્ય બાળ રોગના-૨૬ આમ કુલ ૨૧૫ બાળકોને સરકારશ્રીના આરોગ્ય વિભાગ દ્વારા વિના મુલ્યે સુપર સ્પેશીયાલીસ્ટ દ્વારા સારવાર પુરી પાડવામાં આવેલી હતી.  

જામનગર જિલ્લાની જાહેર જનતાને કલેકટરશ્રી રવિશંકર તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી રાજેન્દ્વ સરવૈયાની સંયુક્ત અપીલથી જણાવવામાં આવે છે કે તમારા વિસ્તારના માધ્યમીકપ્રા.શાળાના તથા આંગણવાડીના બાળકોની તપાસ માટે આરોગ્ય વિભાગની ટીમ તમારા ગામમાં આવે ત્યારે તમારા બાળકોની તપાસ કરાવી લેવા વાલીઓને વિનંતી કરવામાં આવે છે તેમ જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.એ.જી.બથવારની યાદીમાં જણાવાયું છે.

જામનગર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..