Back

રાજપુત ઉમેદવાર ભાવનાબા જાડેજાએ વ્યકત કર્યો જાહેર આભાર

જામનગર લોકસભા મતક્ષેત્રના સર્વે મતદાતાઓનો હું ભાવનાબા અક્ષયસિંહ જાડેજા જાહેર આભાર વ્યકત કરુ છું.

ક્ષત્રિય સમાજના અગ્રણીઓ, ભાઇઓ બહેનોનો આભાર વ્યક્ત કરૂ છું

ચૂંટણી દરમ્યાન ના પ્રચાર અભિયાનમાં મારા દ્વારા, મારા  સમર્થક સ્વયસેવક ભાઇઓ બહેનો દ્વારા...સંદેશા કે બીજા કોઇ માધ્યમથી કોઇની લાગણી દુભાય હોય તો આપ સૌની જાહેર ક્ષમા ચાહું છું

જામનગર લોકસભા વિસ્તારમાં વાસ્તવિક રીતે જનસેવા માટે  મતદાતાઓએ અમને તક આપી નથી એ જનાદેશ સ્વિકારૂ છું

વાલીઓ, ખેડુતો, બેરોજગારો, મહિલાઓ,સહિત હજારો પરીવારોને સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે તે સમસ્યાઓ જનતા એક સાથે મળીને રચનાત્મક અભિગમથી ઉકેલશે એવી આશા રાખુ છું.

જે મતદાતાઓએ મને બહુમુલ્ય મત આપ્યો છે તે જાણ્યા અજાણ્યા સૌ મતદાતાઓનો જાહેર ઋણસ્વિકાર કરૂ છું

હું ભાવનાબા જાડેજા એકલા નિષ્પક્ષ ચૂંટણી લડી છું જેનો ગર્વ રહેશે, સજજનતા અને સૌમ્યતાથી અમે જનતાના રોજીંદા સ્પર્શતા મુદાઓ ઉપર ચૂંટણી લડ્યા એ અમારી એક જાહેર જીવનની રચનાત્મક દ્રષ્ટિ છે

ચૂંટણી દરમ્યાન કોઇને જાણતા અજાણતા, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે દુઃખ થયું હોય તો ક્ષમા કરશો

જામનગર લોકસભા ચૂંટણી કાર્યની જવાબદારી સંભાળતા અધિકારીઓ, કલેકટરશ્રી, ચૂંટણી સ્ટાફ સભ્યો, ડી.એસ.પી.શ્રી, પોલીસ અધિકારીઓ, અને વિવિધ સમાજના આગેવાનો, કાર્યકરો, મહિલા અગ્રણીઓનો હું ભાવનાબા જાડેજા જાહેર આભાર માનું છું

જામનગર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..