Back

રણજીનગરમાં 73માં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

જામનગર મહાનગરપાલિકા દ્વારા રણજીનગરમાં 73માં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

જામનગર મહાનગરપાલિકા દ્વારા રણજીનગરમાં 73માં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. મેયર હસમુખ જેઠવાએ રાષ્ટ્રધ્વજ લહેરાવી સલામી ઝીલી હતી.

જામનગરના મેયર હસમુખભાઈ જેઠવાએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, આજે ૭૩ મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી આપણે કરી રહ્યા છીએ, ત્યારે આ પ્રસંગે સર્વે ઉપસ્થિત ડે. મેયર કરશનભાઈ કરમૂર, ચેરમેન સ્ટેન્ડીંગ કમિટી સુભાષભાઈ જોષી, શાસક પક્ષના નેતા દિવ્યેશભાઈ અકબરી, દંડક જડીબેન સરવૈયા, વસંત ગોરી ચેરમેન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, શહેર પ્રમુખ હસમુખભાઈ હિંડોચા તેમજ મારા સાથી કોર્પોરેટર મિત્રો અને મંચસ્થ મહાનુભાવો કમિશનર, અધિકારીઓ તથા ઉપસ્થિત સર્વે નગરજનોનું હું હૃદયપૂર્વક સ્વાગત કરૂ છું.


આજ દરેક ભારતીયો માટે સ્વર્ણિમ દિવસ છે. મહાત્મા ગાંધી, ચંદ્રશેખર આઝાદ, શહીદ ભગતસિંહ, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ જેવા અનેક દેશપ્રેમીઓએ અંગ્રેજો સામે લડી પોતાના પ્રાણોની આહૂતિ આપી આપણા દેશને ગુલામીમાંથી મુક્ત કરવા માટે અમૂલ્ય યોગદાન આપેલ છે. આ દેશ સદાયને માટે આવા વીરોનો ઋણી રહેશે.


આપણી દેશના ભૂમિદળ, હવાઈદળ, વાયુદળની સેનાના વીર જવાનો પોતાના ઘરથી દૂર ભારત માતાની સેવામાં હંમેશાં તત્પર રહે છે. આજ તેઓની ચોક્સાઈ, સાહસ અને વીરતાના કારણે જ આપણે સૌ સુરક્ષીત રહી શકીએ છીએ. આજના આ પાવન દિવસે આપણી ત્રણેય પાંખોના વીર જવાનોને હું વંદન કરૂ છું.


નવભારત નિર્માણના સ્વપ્ન દૃષ્ટા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન તેમજ ગૃહમંત્રી અમિતભાઈ શાહના પ્રયાસથી જમ્મુ-કાશ્મીરમાં ૩૭૦ ની કલમ દૂર કરી દેશહિતમાં ઐતિહાસિક નિર્ણય કરી સરદાર વલ્લભભાઈ પટેલનું અખંડ ભારતનું સ્વપ્ન હતું તેને સાર્થક કર્યું છે. આ ઐતિહાસિક નિર્ણય બદલ મહાનગરપાલિકા પરિવાર તેમજ આપ સર્વે વતી હું અભિનંદન પાઠવું છું. ડો. શ્યામાપ્રસાદ મુખર્જી પણ કાશ્મીરમાંથી ૩૭૦ ની કલમ દૂર કરવા પોતાના અંતિમ સ્વાસ સુધી લડ્યા હતાં. દેશ પ્રત્યેના સમર્પણ તેમજ બલિદાનને આપણે નમન કરીએ.


આપણો દેશ દરેક ક્ષેત્રમાં વિકાસ પામી રહ્યો છે. દેશ અને દુનિયામાં ભારતને એક વિશ્વ શક્તિ તરીકે જોવામાં આવે છે, ત્યારે આપણા સૌની પણ જવાબદારી વધી જાય છે. સૌના સાથ અને સહકારથી આગળ વધીએ અને દેશના વિકાસમાં આપણું સર્વાંગી યોગદાન આપીએ. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ ઉપમુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની સરકાર દ્વારા આપણા નગરના વિકાસ માટે સમયાંતરે ગ્રાન્ટ પૂરી પાડવામાં આવે છે. આ ગ્રાન્ટમાંથી આપણા મહાનગરની વિકાસયાત્રા મહાનગરપાલિકાના સૌ પદાધિકારીઓના સંયુક્ત પ્રયાસોથી જે વિકાસ યાત્રા થયેલ છે તેમાં અમૃત યોજના હેઠળ આજી-૩ ડેમમાંથી દૈનિક 40 એમ.એલ.ડી. પાણી મેળવવા માટે પાઈપલાઈનનું કામ અંદાજીત રૂપિયા 6,4,61 લાખના ખર્ચે કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે. આ ઉપરાંત નવા ભળેલ વિસ્તારમાં નગરસીમ, વુલનમીલ, ઢીંચડા ઝોનમાં શુદ્ધ પાણી પુરવઠો પૂરો પાડવા સંપ, ઈ.એસ.આર. પંપહાઉસ તથા ડીસ્ટ્રીબ્યુશન નેટવર્કનું કામ રૃપિયા છસ્સો અઠ્યાવીસ લાખના કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. નવા ભળેલ નગરસીમ વિસ્તારમાં ડીસ્ટ્રીબ્યુશન નેટવર્ક અન્વયે ડી.આઈ. પાઈપલાઈનના કામો રૃપિયા પાત્રીસો લાખના ખર્ચે આયોજન હાથ ઉપર છે. તમામ ફીલ્ટર પ્લાન્ટ તથા ઝોનલ ઈ.એસ.આર. પરની બિનકાર્યક્ષમ પમ્પીંગ મશીનરી તથા ઈલેક્ટ્રીકલ પેનલના કામો અંદાજે રૃપિયા ત્રણસો લાખના ખર્ચે હાથ ધરવાનું આયોજન છે. સિંચાઈ વિભાગની ગાઈડલાઈન મુજબ ડેમની અંદર ડાયરેક્ટ પમ્પીંગ કરી શકાય તે માટે આજી-૩ ડેમમાં ઈન્ટેક વેલ બનાવવાનું કામ અંદાજે રૃપિયા આઠસો લાખના ખર્ચે હાથ ઉપર છે.


સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના તથા જી.યુ.ડી.સી.ની ગ્રાન્ટ અન્વયે દિગ્જામ સર્કલથી એરફોર્સ રોડ પર રેલવે ઓવર બ્રીજ બનાવવાનું કામ ટૂંક સમયમાં ચાલુ કરવામાં આવનાર છે. આ કામ થવાથી આ રોડના ટ્રાફિકને સરળ મૂવમેન્ટ મળશે. શરૂસેક્શન રોડ ઉપર પોલીસ હેડ ક્વાટર પાછળના ભાગે અંદાજે રૂપિયા 18 કરોડના ખર્ચે મલ્ટી પર્પસ ઈન્ડોર હોલ, સ્ક્વોસ કોર્ટ, જીમનેશ્યમ, સ્કેટીંગ, મોટો સ્વીમીંગ પુલ વિગેરે જેવી આધુનિક સુવિધાવાળું સ્પોર્ટસ કોમ્પલેક્ષ જામનગરની રમત પ્રેમી જનતા માટે બનાવવાનું આયોજન છે. આ ઉપરાંત આપણી શહેરની મધ્યમાં આવેલ ઐતિહાસિક રાજકીય વારસો ધરાવતું રક્ષિત સ્મારક ભૂજિયા કોઠાના કન્ઝર્વેશન અને રેસ્ટોરેશન તથા રી-પ્રોડક્શન કરવાનું કામ અંદાજે રૂપિયા ત્રેવીસ કરોડના ખર્ચે કરવાની કાર્યવાહી ચાલું છે. પમ્પ હાઉસમાં રાજાશાહી વખતનો વર્ષો જનો ફિલ્ટર પ્લાન્ટ ડીસમેન્ટલ કરી નવી ટેકનોલોજી સાથેનો ૩૦ એમ.એલ.ડી. કેપેસીટીનો સમ્પ બનાવવાનું કામ અંદાજીત રૂપિયા 18  કરોડના ખર્ચે ચાલુ છે. આ સંપ બનાવવાથી પાણીની સ્ટોરેજ ક્ષમતામાં પણ વધારો થશે.


જરૂરિયાતમંદ તેમજ ઘરવિહોણા લોકોને ઘરનું ઘર મળી રહે તે માટે રવિ પેટ્રોલ પમ્પ પાછળ કુલ ૪૪૮ આવાસોનું લોકાર્પણ થોડા સમય પહેલા જ કરવામાં આવેલ છે. લાલપુર રોડ ઉપર ૩પર આવાસોની કામગીરી, બેડીબંદર રોડ ઉપર ૧૪૪ આવાસો તેમજ ઢીંચડા તેમજ લાલપુર રોડ ઉપર પણ આવાસો બનાવવાની કામગીરી ટૂંક સમયમાં શરૂ થનાર છે.


નિરાશ્રીત લોકોને આશ્રય સ્થાન મળી રહે તે માટે હાપા વિસ્તારમાં રર૪ લોકોની ક્ષમતાવાળું નાઈટ શેલ્ટર ટૂંક સમયમાં લોકાર્પણ થનાર છે. તેમજ મહિલા માટે અલગથી શેલ્ટર હાઉસ બનાવવાની કામગીરી હાથ ઉપર છે.

મેયરે જણાવ્યું કે, આજના પર્વ નિમિત્તે દેશના રક્ષણ માટે શહીદ થયેલ જવાનોને તેમના કુટુંબીજનોને વંદન કરૃ છું, સલામ કરૃ છું. શહેરના વિકાસમાં જામનગર મહાનગરપાલિકાના પદાધિકારીઓ, સાથી કોર્પોરેટરો મહાનગરપાલિકાના વહીવટી વડા તરીકે કમિશનર તેમજ જવાબદાર અધિકારીઓનો ખૂબ જ સાથ-સહકાર રહ્યો છે.

હસમુખભાઈ જેઠવાએ કહ્યું કે, આપ સર્વે નગરજનોને સ્વાતંત્ર્ય પર્વની સાથે સાથે આજે ભાઈ-બહેનનો પવિત્ર તહેવાર રક્ષાબંધન પણ છે. આ બન્ને પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. તેમજ મહાનગરપાલિકાની વિકાસ યાત્રામાં આપ સૌને પણ વધુને વધુ સાથ અને સહકાર આપવા અપીલ કરૂ છું.

આ પછી પ્રાથમિક શાળાના બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતાં. આમ હર્ષોઉલ્લાસ સાથે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી.


સંજય ભારાઈ  જામનગર

જામનગર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..