Back

ભટકતા ઢોરનો ત્રાસ સમસ્યાનો ઉકેલ આવવાના બદલે ગંભીર સ્વરૂપ ધારણ

જામનગરમાં રખડતા ભટકતા ઢોરનો ત્રાસ સમસ્યાનો ઉકેલ આવવાના બદલે ગંભીર સ્વરૂપ ધારણ કરી રહી છે.

જામનગર શહેરમાં રખડતાભટકતા ઢોરનો ત્રાસ કંઇ નવું નથી. કંઇક કેટલીક પ્રકારના જાહેરનામા બહાર પાડવા છતાં લોકોને આમાંથી છૂટકારો મળતો નથી. ઢોરના ત્રાસથી અનેક મોત થઈ ચૂકયા છે. કંટાળેલી મહાપાલિકાએ હવે ખૂંટિયાઓને શહેરની હદપાર કરવા માટે ઠરાવ કરી 800 જેટલા ખૂંટિયાઓને અમદાવાદ નરોડા ખાતે ખસેડવાનો નિર્ણય કર્યો છે. જે માટે રૂા.44 લાખ તેઓ ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ માથાનો દુ:ખાવો સમાન બની ગયો છે.ઘાસચારો વેંચવા પર પ્રતિબંધ, ઢોર રાખવા પર પ્રતિબંધ, માલિકો સામે ફોજદારી સહિતના અનેક પગલાઓની જાહેરાતો છતાં આ સમસ્યાનો ઉકેલ આવવાના બદલે ગંભીર સ્વરૂપ ધારણ કરી રહી છે. મહાપાલિકા ઢોરને પકડીને તેને ઢોર ડબ્બામાં રાખીને થાકી ગઈ છે. ઢોર ડબ્બામાં હવે ઢોર રાખવાની જગ્યા નથી. આ બધા વચ્ચે  મળેલી સ્ટેન્ડીંગમાં ચેર પરથી ઠરાવ લાવવામાં આવ્યો હતો. જેમાં 800 ખૂંટિયાઓને નરોડા ગોપાલકૃષ્ણ જન કલ્યાણ ટ્રસ્ટમાં ટ્રાન્સફર કરવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો. જેમાં મહાપાલિકાને રૂા.44 લાખનો ખર્ચ થશે.

ઢોરનો ત્રાસ યથાવત

હવે આટલા રૂપિયા ખર્ચ કર્યા પછી પણ શું ઢોરનો ત્રાસ ઓછો થશે. તે પ્રશ્ર્ન મહત્વનો છે. નરોડા ટ્રસ્ટ મોકલવા ઠરાવ, ઘાસચારા વેચાણ પર પ્રતિબંધ બાદ બીજો મોટો નિર્ણય જામનગરના 800 ખૂંટિયા અમદાવાદ મોકલવા મનપાને અડધો કરોડની ઢીંક એક ખૂંટિયાની વિદાય મનપાને સાડા પાંચ હજારમાં પડશે. મહાપાલિકા દ્વારા ખૂંટિયાને નરોડા ખાતે ટ્રાન્સફર કરવામાં આવી રહયા છે.

800 ખૂંટિયાઓની મંજૂરી

ત્યારે એવું નકકી થયું છે કે, ખૂંટિયાના ટ્રાન્સપોર્ટેશન માટે એક ખૂંટિયાદીઠ રૂા.2500 તેમજ ટ્રસ્ટને તેના નિભાવ પેટે રૂા.3 હજાર આપવામાં આવશે. જેથી મહાપાલિકાને એક ખૂંટિયો સાડા પાંચ હજારનો પડશે. 800 ખૂંટિયા માટેની મંજૂરી મળી છે, મહાપાલિકા દ્વારા ખૂંટિયાને નરોડા મોકલવા માટે 800 ખૂંટિયા માટેનો ખર્ચ મંજૂર થયો છે. હવે તેને મોકલવાની કામગીરી હાથ ધરવામાં આવશે. જયા સુધી 800 ખૂંટિયા સંસ્થામાં પહોચી જશે ત્યાર બાદની પરિસ્થિતિ ધ્યાને લેવામાં આવશે


(સંજય ભારાઈ જામનગર)

જામનગર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..