Back

મહિલા શ્રમજીવી દિવસની ઉજવણી રાજ્ય મંત્રી ધર્મેન્દ્વસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી

જામનગર ખાતે મહિલા શ્રમજીવી દિવસની ઉજવણી રાજ્ય મંત્રીશ્રી ધર્મેન્દ્વસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી 

સશક્તિકરણ પખવાડિયા અંતર્ગત મદદનીશ શ્રમઆયુક્ત કચેરી જામનગર દ્વારા સમસ્ત બ્રહ્મ સમાજની વાડીમાં ‘મહિલા શ્રમજીવી દિવસ’ની ઉજવણી અન્ન અને નાગરિક પુરવઠા રાજ્ય મંત્રીશ્રી ધર્મેન્દ્વસિંહ જાડેજાના હસ્તે કરવામાં આવી હતી. 

આ કાર્યક્રમમાં મહિલાઓને અભયમ હેલ્પલાઈન તથા મહિલાઓ માટેની ખાસ રોજગાર કચેરી અને મહિલા આઈટીઆઈ તથા વર્કિંગ વુમનના અધિકારો વિશે માહિતી આપવામાં આવી હતી. જેમાં મહિલા શક્તિ કેન્દ્વ, મહિલા સહાયતા કેન્દ્વ, સખી વન સ્ટોપ સેન્ટર, ઘરેલુ હિંસા વિરુધ્ધની કાયદાની જોગવાઈ વિશે મદદનીશ મહિલા કલ્યાણ અધિકારી ગીતાબેન જોશી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ઉપરાંત વહાલી દિકરી યોજના અંગે મહિલાઓને માહિતગાર કરી દિકરીના જન્મદરમાં વધારો, સ્ત્રીભુણ હત્યા રોકવા અને સ્ત્રી શિક્ષણ ઉપર પણ તેમણે ભાર મુક્યો હતો.

આ પ્રસંગે રાજ્ય મંત્રીશ્રીએ મહિલાઓને દરેક ક્ષેત્રે આધુનિક માહિતી મળી રહે અને માર્ગદર્શન મળી રહે તે માટે દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા મહિલાઓના ઉત્કર્ષ માટે આ પખવાડીયાની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે મહિલાઓ દરેક ક્ષેત્રમાં વધુને વધુ આગળ વધે અને તે માટે સરકારશ્રીની યોજનાઓનો પણ લાભ લે અને રોજગારીની તકો મેળવી સ્વનિર્ભર બને તે માટે તેઓ કાયદાકિય જ્ઞાન પણ લે તેવી અભયર્થના વ્યક્ત કરી હતી.

આ પ્રસંગે સરકારી શ્રમ અધિકારીશ્રી ગીરીશભાઈ સિંધાવત, મહિલા અને બાળ કલ્યાણ અધિકારીશ્રી ચંદ્વેશભાઈ ભાંભી, શ્રમ અધિકારીશ્રી ડી.પી.રામી, રોજગાર અધિકારીશ્રી અંકિત ભટ્ટ, મહિલા આઈટીઆઈના અધિકારીશ્રી હરપાલસિંહ, સિધ્ધી મહિલા મંડળના સંચાલકો પંકજભાઈ અને ગીતાબેન શાહ તથા અન્ય બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

જામનગર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..