Back

જામનગર-કચ્છ-મોરબીને જોડતો આ પુલ ધરાશાયી થયો

જામનગર જોડિયા તાલુકાના ભાદરા ગામના પાટીયા પાસે કોસ્ટલ હાઈવે પરનો પુલ  એકાએક ધરાશાયી થયો હતો. પુલના બે કટકા થઈ જતા વાહનવ્યવહાર ખોરંભાયો છે. કચ્છ તરફ જતા રસ્તાને જોડતો આ પુલ અચાનક ધરાશાયી થતા વાહનોના થપ્પા લાગી ગયા હતા અને વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાઈ ગયા હતા. જો કે, આ ઘટનામાં મોટી જાનહાનિ ટળી છે.

ભાદરા પાટીયાથી આમરણ તરફ જતા કેશીયા ગામ નજીક આવેલો પુલ ધરાશાયી થયો છે. આ માર્ગ કચ્છને જોડતો હોય હાલ પુરતો બંધ કરી દેવામાં આવ્યો છે. અધિકારીઓ પોતાનો બચાવ કરતા રટણ કરી રહ્યા છે કે આ પુલ જૂનો હોવાથી તૂટી પડ્યો છે. પુલ જૂનો હોય તો સમારકામ કે નવો બનાવવાની દરખાસ્ત કોની તેવો સવાલ લોકોમાં ઉઠ્યો હતો. પુલ ધરાશાયી થયો ત્યારે કોઈ જાનહાનિ થઈ હોત તો તેના માટે જવાબદાર કોણ તેવો સવાલ પણ ઉઠ્યો છે. જામનગર-કચ્છ-મોરબીને જોડતો આ પુલ ધરાશાયી થયો છે. આ પુલ વર્ષ 1970માં બનાવવામાં આવ્યો હતો. પુલ જામનગર-કચ્છ-મોરબીને જોડતો 38 મીટર લાંબા હતો. આ પુલ ચાર પોલ પર બનાવાયો હતો. બે પોલ વચ્ચેથી તૂટતા ધરાશાયી થયો છે. આ પુલને છેલ્લા પાંચ-છ વર્ષથી રીપેર જ કરવામાં ન આવ્યાનું જાણવા મળ્યું છે.

જોડીયા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..