Back

જોડિયા તાલુકાના હડીયાણા કન્યા શાળા મદદનીશ શિક્ષિકા નો વિદાય સમારોહ યોજાયો.

જોડિયા તાલુકા ના હડીયાણા કન્યા શાળા મદદનીશ શિક્ષિકા ને શાલ ઓઢાડી ને સન્માન કરી વિદાય સમારોહ યોજવામા આવ્યો....

જોડિયા તાલુકા ના હડીયાણા કન્યા શાળા મદદનીશ શિક્ષિકા ને શાલ ઓઢાડી ને સન્માન કરી વિદાય સમારોહ યોજવામા આવ્યો... સાથો સાથ કન્યા શાળાને ફાળવેલ નવા પાંચ રૂમોનું લોકાર્પણ શાળાની પાંચ વિદ્યાર્થીની બહેનો  દ્વારા  રાખવામાં આવેલું હતું...

જામનગર જીલ્લા ના જોડિયા તાલુકા ની શ્રી હડીયાણા કન્યા શાળામાં શાળાના મદદનીશ શિક્ષિકા પ્રવિણાબેન કગથરા  વય મર્યાદાના કારણે નિવૃત થતા હોય વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં શ્રી હડીયાણા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી ઉપસરપંચ હડીયાણા માધ્યમિક શાળાના આચાર્યશ્રી તાલુકા શાળા ના આચાર્યશ્રી એસએમસી અધ્યક્ષશ્રી તથા શિક્ષક મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. કોરોના મહામારીના કારણે ખૂબ જ સાદગીપૂર્ણ રીતે વિદાય સમારોહનું આયોજન કરવામાં આવેલ. આ વિદાય સમારોહમાં શ્રી હડિયાણા કન્યા શાળા પરિવાર વતી પ્રવિણાબેન કગથરાનું શાલ ઓઢાડી મોમેન્ટો આપી અને સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત આજરોજ SSA દ્વારા હડિયાણા કન્યા શાળાને ફાળવેલ નવા પાંચ રૂમોનું લોકાર્પણ શાળાની  પાંચ વિદ્યાર્થીની બહેનો  દ્વારા  રાખવામાં આવેલું હતું...


અહેવાલ :- હર્ષલ ખંધેડિયા - જામનગર 

જોડીયા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..