Back

જોડીયા માં તલાટી મંત્રી ને સોગંદનામા ની સતા આપવાના પરીપત્ર સામે જોડીયા વકીલ મંડળનો વિરોધ

જોડીયા માં તલાટી મંત્રી ને સોગંદનામા ની સતા આપવાના પરીપત્ર સામે જોડીયા વકીલ મંડળનો વિરોધ 

કાયદામા સુધારા કરતો પરીપત્રના વિરોધ તથા તે રદ કરવા માટે ઠરાવ કરવામા આવેલો અને મામલતદારશ્રી ને આવેજનપત્ર આપવામા આવેલ હતુ.. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ઓથ એક્ટ ના કાયદામા સુધારો કરીને કોઇપણ જાતના કાયદાનુ જ્ઞાન ન હોવા છતા અને ગેઝેટેડ ઓફીસર ન હોવા છતા તલાટી કમ મંત્રીશ્રી ને સોગંદનામુ કરવાની સતા આપવાનો સુધારો કરી તે અંગેનો પરીપત્ર બાર પાડવામા આવેલ છે તે કાયદાની તદન વિરૂધ્ધનો છે અને રાજય સરકારે એકંદરે ગેરરીતી અને ભ્રષ્ટાચાર ને પ્રોત્સાહન આપતો નિર્ણય કર્યો છે તે માટે આજરોજ જોડીયા ખાતે વકીલમંડળની બેઠક પ્રમુખશ્રી વી.એસ.માનસાતા તથા સેક્રેટરી એ.પી.માંકડ ની હાજરીમા મળેલ હતી તેમા આ અંગે વિરોધ અંગેનો ઠરાવ કરવામા આવેલ હતો ને તે અંગે જોડીયા મામલતદારશ્રી ને આવેદનપત્ર આપવામા આવેલ છે અને જો આવા કાયદો વિરૂદ્ધનો અને ગેરરીતી ને ભ્રષ્ટાચાર ને આમંત્રણ આપતો કાયદાના સુધારો ને લગતો પરીપત્ર સરકાર દ્વારા તાત્લાકીલ રદ નહી કરે તો ઉગ્ર આંદોલન માટે જોડીયા વકીલ મંડળ તૈયાર છે.. આ અંગે બેઠકમા તથા આવેદનપત્ર બારના પ્રમુખશ્રી વી.એસ.માનસાતા. સેક્રેટરીશ્રી એ.પી.માંકડ તથા અન્ય નોટરીશ્રી મા એચ.એચ.મેરીયા, તથા રસીકભાઇ લાંઘણોજા તથા વકીલોમા જયભાઇ માંકડ, જીતુભાઇ પરમાર, મીલનભાઇ તન્ના, રીઝવાનભાઇ ગોધાવીયા હાજર રહેલ હતા......

તસવીર / અહેવાલ :- શરદ રાવલ સાથે હર્ષલ ખધેડિયા :- જામનગર

જોડીયા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..