Back

જોડીયા માં જીલ્લા કક્ષાનો ડિજિટલ સેવા સેતુ નો કાર્યક્રમ...

જોડીયા માં જીલ્લા કક્ષાનો ડિજિટલ સેવા સેતુ નો કાર્યક્રમ જામનગર ના ગ્રામ્ય ધારાસભ્ય ની હાજરી માં યોજાય ગયો... ડિજિટલ સેવા સેતુ કાર્યક્રમ થી ગ્રામ્ય લોકોને લાભ લેવાનુ આહવાન કર્યુ....

જોડિયા તાલુકાના વાવડી ગામે જીલ્લા કક્ષાનો ડિજિટલ સેવા સેતુ નો કાર્યક્રમ શ્રી રાઘવજીભાઈ પટેલ  માનનીય ધારાસભ્ય શ્રી ૭૭-ગ્રામ્ય ના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો. નાયબ જિલ્લા વિકાસ અધિકારી અને લાયઝન અધિકારી શ્રી એ.યુ.મકવા મેડમ. જોડિયા તાલુકા વિકાસ અધિકારી શ્રી જે.એચ.સોરઠીયા..વાવડી ગામના સરપંચ શ્રી ભાવેશભાઈ મકવાણા, ધ્રોલ માર્કેટીંગ યાર્ડના ચેરમેન રસિકભાઈ ભંડેરી. કમલભાઈ, પ્રદીપભાઈ જયસુખભાઇ, ગ્રામ પંચાયતના મંત્રીશ્રી અને સ્કૂલ શિક્ષકો, તાલુકા પંચાયતના અન્ય સ્ટાફ ના તમામ સ્ટાફ અને આંગણવાડી બહેનો. અને અન્ય ગ્રામજનો એ હાજરી આપેલ છે.. ગ્રામ્ય કક્ષાએ ડીજીટલ સેવાસેતુ અંતર્ગત ૨૨ પ્રકારની સેવાઓ ગ્રામ્ય કક્ષાએ હવેથી આપવામાં આવશે જેની સમજણ એ.યુ મકવા મેડમ  દ્વારા આપવામાં આવી હતી. તેમજ ધારાસભ્યશ્રી દ્વારા અગાઉના સમયમાં લોકોને કેવી મુશ્કેલી વેઠવી પડતી તેની વિશે વાત કરી. તેમજ ડિજિટલ સેવા સેતુ કાર્યક્રમ થી ગ્રામ્ય લોકોને વધુમાં વધુ આ સેવાનો લાભ લેવા આહવાન કર્યું હતું. તેમજ સમગ્ર કાર્યક્રમ તાલુકા વિકાસ અધિકારીશ્રી જે એચ સોરઠીયા માર્ગદર્શન હેઠળ તેમજ covid-19 ધ્યાને લઇ સોશિયલ distance જાળવીને સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો......

તસવીર / અહેવાલ :- શરદ રાવલ સાથે હર્ષલ ખધેડિયા :- જામનગર

જોડીયા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..