Back

જોડિયા ના લખતર ગામ પાસે ડમ્ફર અને બાઈક વચ્ચે અકસ્માત

જોડિયા ના લખતર ગામ પાસે ડમ્ફર અને બાઈક વચ્ચે અકસ્માત. જોડિયા ના લખતર ગામ પાસે ડમ્ફર અને બાઈક વચ્ચે ભીષણ ટક્કર 2 ખેતમજુર ના ઘટના સ્થળે મોત.. પરપ્રાંતિય ખેતમજૂરો બાઈટ પર ડબલસવારીમાં જઈ રહ્યા રહા...જોડિયા તાલુકા નું લખતર પાટિયા નજીક ધ્રોલ તરફ જતા માર્ગ પર મંગળવારે મોડી સાંજે પસાર થતા ડમ્ફર અને ડબલ સવારી બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો..ડમ્ફર ખેત મજુર બાઇકને રોડ પર ફંગોળી દીધું હતું.. આ અકસ્માતમાં બંને વાહન વચ્ચે ટક્કર મારતાં બાઈક સવાર ના બંને યુવાનનું ઘટનાસ્થળે મૃત્યુ નીપજયું હતું... પોલીસે બંનેના મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ અર્થે જોડિયા ની સરકારી હોસ્પિટલમાં ખસેડયા હતા.. બીજી બાજુ મૃતક બંને ખેત મજુર હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે... પોલીસે તેના વાલીને જાણ કરવાની દિશામાં કાર્યવાહી હાથ ધરી છે અકસ્માતને મામલે વિધિવત ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.. આ બંને બાઈક ચાલક ધ્રોલ તાલુકાના મજોઠ ગામે ખેતી નું કામ કરતા હોવાનું જાણવા મળ્યુ છે..જે (૧)દિલીપભાઈ ધનયાભાઈ ઉ.વ.32.(૨)સુરબાન ઉર્ફે ભાયો રાયસિંહ પસાયા. ઉ.વ.30. નામ જાણવા મળ્યા છે...


અહેવાલ :- શરદ રાવલ સાથે હર્ષલ ખંધેડિયા - જામનગર

જોડીયા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..