શિક્ષક વય મર્યાદા થી નિવૃત થતા વિદાય સમારંભ યોજાયો.
જોડિયા તાલુકાના પીઠડ ગામના કાસુન્દ્રા બાબુલાલ એમ. એ શ્રી હડિયાણા ગ્રામ પંચાયત સંચાલિત હડિયાણા માધ્યમિક શાળા તા- જોડિયા માં તારીખ 11-03-1987 થી ગણિત-વિજ્ઞાન શિક્ષક તરીકે ફરજ બજાવે છે અને તેણે હડિયાણા માધ્યમિક શાળામાં 33 વર્ષની નોકરી પૂર્ણ કરી અને તા : 31-05-2020 ના રોજ વયમર્યાદા ના કારણે નિવૃત થયેલ છે
આ નિવૃત્તિ પ્રસંગે શ્રી હડિયાણા ગ્રામ પંચાયત નાં સરપંચ ના પ્રતિનિધિ જયસુખકુમાર પરમાર નાં વરદ હસ્તે શાલ ઓઢાડી ને સન્માનિત કરવામાં આવ્યા અને આ પ્રસંગે ગ્રામ પંચાયતનાં મંત્રી જાની તથા હડિયાણા માધ્યમિક શાળાના આચાર્ય કાનાણી તથા ઝાલા અને રાજુભાઈ ક્લાર્ક દ્વારા પણ સન્માનિત કરવામાં આવ્યા અને તેઓ દ્વારા તેમની તંદુરસ્તી સારી રહે અને પોતાના અનુભવનો લાભ શિક્ષણને આપતાં રહે એવી શુભેક્ષાઓ આપવામાં આવી.
આ પ્રસંગે બી.એમ. કાસુન્દ્રા દ્વારા ગ્રામ પંચાયત હડિયાણાનાં
સરપંચ તથા સભ્યઓ અને શાળા નાં આચાર્ય તથા સ્ટાફમિત્રો નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો.
રિપોર્ટર
આરીફ દિવાન



