જોડિયા પંથકમાં ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતો પશુપાલકો ગામ બદલો કરવાના મૂડમાં
"સમયસર તંત્ર ખેડૂતોના પ્રશ્નોને ધ્યાનમાં
નહીં રાખે તો આવનારા દિવસોમાં ખેડૂત ખેતી પ્રદેશ ગુજરાત ના ગ્રામ્ય વિસ્તાર નષ્ટ
નાબૂદ થઇ જશે!!!?"
મોરબી: સમગ્ર ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં દરેક
શહેર-જિલ્લા ગ્રામ્ય વિસ્તારોમાં ભાદરવા વરસાદે આખરી રાઉન્ડમાં જોરદાર બેટિંગ કરી
ખેડૂતોના ઉભા પાકને જીતેલી બાજી હારવા જેવો માહોલ સર્જાઈ દિધો છે ત્યારે ખેડૂતોના
ચિંતક એવા રાજકીય નેતાઓ ના દર્શન જાણે દુર્લભ હોય તેઓ દરેક જિલ્લા ગ્રામ્ય
વિસ્તારના ખેડૂતો હાલ મહેસૂસ કરી રહ્યા છે દરિયાકાંઠે ના વિસ્તારમાં છેવાડાના
ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે હાલાકી ખેડૂતોને પડી રહી છે જેના પરિણામે છેવાડાના
રણવિસ્તાર દરિયા વિસ્તાર જેવા ગ્રામ્ય વિસ્તારો માંથી ખેડૂતોને પશુપાલકોને ગામ
બદલો કરવા જેવો ઘાટ ઘડાયો હોય એવો ચિતાર પ્રકાશમાં આવ્યો છે જેમાં જોડીયા પંથક ના
રણજીત પર ગામ પંચાયત દ્વારા રજૂઆત કરી છે. જે અંગેની જાણવા મળતી વિગત એવી છે કે
જોડિયા તાલુકાના રણજીત પર ગામ પંચાયત દ્વારા તારીખ 21 9 2020 ના રોજ લેખિતમાં
મુખ્યમંત્રી કૃષિ મંત્રી અને ઇજનેર સમક્ષ રજૂઆત કરી છે તેમાં જણાવેલ હકીકત એવી છે
કે રણજીત પર આજી નદી જે દરિયાકાંઠે આવેલ છે છેવાડાનું ગ્રામ્ય વિસ્તાર છે જેથી
એકમાત્ર આજે નદીમાંથી ચોમાસા દરમિયાન સિંચાઇથી ખેડૂતોને દર વર્ષે ચલાવવું પડે છે
જે હાલ અતિભારે વરસાદ હોવાથી ગત 2019 માં આજી ડેમના નં. 4 માંથી બાવન બાવન દરવાજા
ખોલવાથી કોઝવે નંબર પાંચ અને છ ના પાળા માં મસ્ત મોટું ગાબડું પડી જવાથી ખેડૂતોને
પડયા પર પાટું સમાન રહ્યું છે જ્યારે હાલ 2020માં ગત તારીખ 6 -7 -2020 ના રોજ
આજીડેમ નંબર 4 આ વખતે 45 દરવાજા ખોલી દેતા જોડિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તાર એવા
રણજીત પર બાલંભા જામસર ભીમ કટા વિગેરે જોડીયા પંથકના ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતો ને
ભારે નુકસાન થઈ રહ્યું છે અને જેથી આવનાર દિવસોમાં ખેડૂતોને પોતાની બાપદાદા વખત ની
જમીનો ખેતી વાળી છોડી ને ગામ બદલો કરવાનો વારો ના આવે તે માટે ઇજનેર શ્રી સહિતના
અધિકારીઓ સમક્ષ લેખિતમાં રજૂઆત કરી છે અને કૃષિ મંત્રી અને મુખ્યમંત્રી સુધી લેખિતમાં રજૂઆત કરી ખેડૂતોની ચિંતા હળવી કરવા
ખેડૂત ચિંતકો અને વિકાસલક્ષી સરકાર ધ્યાન દેશે? કે પછી?
ચૂંટણીના ચંદ ના દર્શન ચૂંટણીમાં જ!! એ તો આવનાર સમય બતાવશે હાલ
ગુજરાત ખેતી પ્રદેશ કહેવાય છે જ્યાં ખેડૂતો પર સૂકા દુષ્કાળ અને લીલા દુષ્કાળ સમયે
પ્રજાના પ્રતિનિધિ એ ખેડૂતોના નામે રાજકારણ બંધ કરી ખરા અર્થમાં ખેડૂત ચિંતક બનવું
તે આજના આધુનિક યુગની લાગણી અને માંગણી જરૂરી છે





