Back

નવાગામ માં આજે વિના મુલ્યે નેત્ર નિદાન કેમ્પ યોજાય ગયો..

નવાગામ માં આજે વિના મુલ્યે નેત્ર નિદાન કેમ્પ યોજાય ગયો..


કાલાવડ તાલુકા ના નવાગામે અમર જયોતિ સંત શ્રી નારાયણ ગીરી બાપુ સ્થાપિત શિવાશ્ર્મ ધામે રાષ્ટ્રીય શિવ કથાકાર પરમ પુજય ધર્મ ધુરધર શ્રી હંસદેવ ગીરી બાપુ ની અધ્યક્ષતા માં આજે શ્રી રણછોડદાસજી ચેરીટેબલ ટ્રસ્ટ  રાજકોટ તેમજ શિવાશ્ર્મ સેવા સમિતી નવાગામ ના સંયુક્ત ઉપક્રમે આજે  51 મો નેત્ર નિદાન કેમ્પ યોજાય ગયો.


આ કેમ્પ નો લાભ નવાગામ તથા આજુબાજુ ના ગામ જરૂરિયાત મંદ દર્દીઓએ લાભ  લીધેલ. જે  દર્દીની આંખની તપાસ તથા મોતિયાવાળા દર્દીને રાજકોટ સ્પેશ્યલ વાહન દ્વારા લઈ જઈ ઓપરેશન કરી આપવામાં આવે છે. આ નેત્રયજ્ઞમાં આંખનાં રોગોનું નિદાન કરી, જરૂરિયાતવાળા મોતીયાના દર્દીને રણછોડદાસજીબાપુ ચેરીટેબલ ટ્રસ્ટ  હોસ્પિટલની બસમાં રાજકોટ લઈ જઈ, આધુનિક ફેંકો મશીન દ્વારા ટાંકા વગરનું વિનામૂલ્યે ઓપરેશન કરી આપવામાં આવશે..


આ કેમ્પ સફળ બનાવવા શિવાશ્ર્મ સેવા સમિતી ના સ્વંમ સેવકો ભારે જહેમત ઉઠાવેલ. અને દર મહિના ની 25 તારીખે વિના મુલ્યે  નેત્ર નિદાન નું આયોજન કરવામાં આવે છે...


અહેવાલ :- હષૅલ ખંધેડિયા - નવાગામ