Back

સૌરાષ્ટ્રના લડાયક નેતા તથા પૂર્વ સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયા ને નવાગામ ની શાળા ના વિધાર્થીઓ એ શ્રધ્ધાંજલી પાઠવી.

સૌરાષ્ટ્રના લડાયક નેતા તથા પૂર્વ સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયા ને નવાગામ ની શાળા ના વિધાર્થીઓ એ શ્રધ્ધાંજલી પાઠવી.

કાલાવડ તાલુકા ના નવાગામ ની શ્રી સદગુરુ વંદના શૈક્ષણિક સંકુલ તેમજ શ્રી બાલકૃષ્ણ વિધાલય ના વિધાર્થીઓ દ્ધારા બે મીનીટ નું મૌન રાખી શ્રધ્ધાંજલી પાઠવી હતી.  વિઠ્ઠલભાઈ સૌરાષ્ટ્રનાં કદાવર ખેડૂત નેતા, પૂર્વ સાંસદ, પૂર્વ ધારાસભ્ય અને રાજય સરકારનાં પૂર્વ મંત્રી વિઠ્ઠલભાઈ રાદડિયા જિંદગી સામેનો જંગ હારી ગયા છે. વિઠ્ઠલભાઈ રાદડિયા સૌરાષ્ટ્રનાં લડાયક અને કદાવર પાટીદાર નેતા ગણાતા હતા તેઓને કોઈપણ પક્ષનાં સિમ્બોલની જરૂર ન હતી. ભાજપ હોય, કોંગ્રેસ હોય કે પછી રાજપા હોય ગમે તે પાર્ટીમાં વિઠ્ઠલભાઈ પોતાનાં નામ પર જીતવા માટે સક્ષમ ગણાતા હતા. તેઓ ૬ ટર્મ સુધી ધોરાજી-જામકંડોરણાનાં ધારાસભ્ય રહ્યા હતા. આ દરમિયાન ૧૯૯૬ થી ૧૯૯૭ સુધી તેઓ રાજય સરકારમાં ખાણ-ખનીજ અને સહકાર મંત્રી તરીકેની જવાબદારી નિભાવી હતી. ૧૯૯૭ થી ૧૯૯૮ સુધી તેઓ કેબિનેટ મંત્રી રહ્યા હતા. આ દરમિયાન તેઓએ સિંચાઈ મંત્રી તરીકે સેવા આપી હતી. રાજકોટ ડિસ્ટ્રીકટ બેંકનાં તેઓ ૧૯૯૫ થી ચેરમેન પણ હતા..


તસ્વીર / અહેવાલ : હર્ષલ ખંધેડિયા