Back

જુનાગઢમાં લુખ્ખાઓનો આંતક : જાહેરમાં મારામારીનો વિડીયો થયો વાયરલ

જૂનાગઢ શહેરના ભરચક વિસ્તારમાં સરા જાહેર મારામારીનો વિડિયો વાઇરલ

જૂનાગઢ : શહેરના વૈભવ ચોકમાં આવેલ ચામુંડા લસ્સી નામની દુકાને બે લુખ્ખા ટપોરીઓએ લસ્સી પી ને દાદાગીરી કરીને નાણાં નહિ આપતા આ લુખ્ખી દાદાગીરી કરી મફતનું ખાવાની ટેવ ધરાવતા ગુંડાઓને વેપારીઓએ મેથીપાક ચખાડયો હતો.

આ અંગે જાણવા મળતી વિગત મુજબ જૂનાગઢ શહેરના વૈભવ ચોકમાં આવેલ ચામુંડા લસ્સી નામની દુકાને આજે બપોરના સમયે બે લુખ્ખા ટપોરીઓએ લસ્સી પી ને દાદાગીરી કરીને નાણાં નહિ આપતા વેપારી દ્વારા જે હાથમાં આવ્યું તેનાથી માર મારવામાં આવ્યો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો.

તેમજ આ બે શખ્સો દ્વારા આ વિસ્તારમાં અવાર નવાર વેપારીઓને રંજાડતા હોવાનું પણ સામે આવ્યું હતું, આ સમગ્ર ઘટનાની જાણ થતા મારામારીની ઘટના ચાલુ હતી તે દરમિયાન તાત્કાલિક પોલીસ પહોંચી જઈ પોલીસે તુરંત દાદાગીરી કરતા બંને શખ્સો તથા સામા પક્ષે ચામુંડા લસ્સીના માલિક સહિત સાત શખ્સો જાહેરમાં મારામારી કરી રહ્યા હતા તેઓને દબોચી લીધા હતા, અને પોલીસની સમય સૂચકતાથી મોટી ઘટના ટળી હતી, અને સાતેય શખ્સોને પોલીસ વાનમાં બેસાડી બી ડિવિઝન પોલીસ સ્ટેશન લઈ ગઈ અને તેઓ વિરુધ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

તેમજ બનાવ બનતાની સાથે જ પોલીસ પહોંચી જતા, પોલીસની સતર્કતાના કારણે અતિ ગંભીર ગુન્હો બનતા અટકી ગયેલ હતો.  પોલીસ દ્વારા તત્કાલિક પકડવામાં આવેલ ના હોત તો, એકબીજા સાથે મારામારી કરીને મારામારીનો ગંભીર ગુન્હો બનવાની શક્યતા હતી. જે બને પીએસઆઈ તથા સ્ટાફની સતર્કતાના કારણે મારામારીનો ગંભીર ગુન્હો બનતો અટકાવી શકાયેલ હતો.

આમ બી ડિવિઝન પીએસઆઈ જી.જી.મકવાણા તથા  પીએસઆઈ એ.કે.પરમાર તથા પોલીસ સ્ટાફની ટીમ દ્વારા સતર્કતા દાખવી હથિયારો સાથે આરોપીઓને પકડી પાડી મારામારીનો ગંભીર ગુન્હો બનતો અટકાવેલ હતો. 

આ કામગીરી બદલ જિલ્લા પોલીસવડાશ્રી સૌરભસિંઘ દ્વારા બંને પીએસઆઇ તથા સ્ટાફને અભિનંદન આપ્યા હતા.

રિપોર્ટર : ભરત બોરીચા..જૂનાગઢ

Mo. 92768 17218




જુનાગઢ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..