Back

જૂનાગઢમાં દેશીદારૂ સહિત ૨.૧૬ લાખના મુદ્દામાલ સાથે એકને ઝડપી પાડતી સી ડિવિઝન પોલીસ

જૂનાગઢ : જિલ્લા તેમજ શહેરમાં ચાલતા દારૂના કેસો શોધી કાઢવા રેન્જ આઈજી મનિંદર પવાર તથા જિલ્લા પોલીસવડા સૌરભ સિંઘની સૂચના તેમજ ડિવજન ડિવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સી ડિવિઝન પીએસઆઈ ડી.જી. બળવા સહિત પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતા. 

તે દરમ્યાન પોલીસ સ્ટાફને બાતમી મળી કે શહેરના પંચેશ્વરમાં રહેતા અમરા સાજણ કોડિયાતરનો માણસ સિકંદર ઉંમર સમા રે. રામદેવપરા વાળો મારુતિ ઈકો કાર લઈને દેશી દારૂની હેરાફેરી કરી રહ્યો હોય અને હાલ દારૂ ભરીને પોતાની ઈકો કાર લઈને નીકળવાનો છે. તેવી બાતમી મળતા સી ડિવિઝન પોલીસ સ્ટાફ દ્વારા વોચમાં હતા. 

ત્યારે આરોપી મારુતિ ઈકો કાર દારૂની ભરીને નીકળ્યો અને પોલીસે ૧૬,૨૦૦ રૂ.નો દેશીદારૂનો જથ્થો તેમજ ૨,૦૦,૦૦૦ રૂ.ની ઈકો કાર સહિત ૨,૧૬,૨૦૦ રૂ.નો મુદ્દામાલ ઝડપી લઈને સિકંદર ઉંમર સમા તથા અમરા સાજણ કોડિયાતર વિરુધ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

રિપોર્ટર : ભરત બોરીચા...જૂનાગઢ

Mo. 92768 17218