Back

જૂનાગઢને "સ્વચ્છ અને સુંદર" બનાવવા કમિશનરશ્રી તુષાર સુમેરાની નવી પહેલ "કોફી વિથ કમિશનર"

"કોફી વિથ કમિશનર" જૂનાગઢ : શહેરના લોકોની સુખાકારી વધારવવા શહેરના લોકો સાથે સંકળાયેલા સફળ નામાંકિત તેમજ લોકોના પ્રશ્નો અંગે ચિંતીત પ્રબુદ્ધ નાગરિકો સાથેનો સંવાદ કરવા મ્યુન્સીપલ કમિશનર શ્રી તુષાર સુમેરાની નવી પહેલ સૌરાષ્ટ્રની પૌરાણિક નગરી પવિત્ર યાત્રાધામ જૂનાગઢ તેની ઐતિહાસિક અસ્મિતા જાળવી રાખી લોકોની જન સુખાકારીમાં વધારો થાય તે રીતે આગળ ધપે તેવી નેમ સાથે મ્યુનિસિપલ કમિશનરશ્રી તુષાર સુમેરાએ લોકોની પાયાની સુવિધા સરળતાથી મળી શકે તેવી પ્રક્રિયામાં જાહેર જનતાની સક્રિય ભાગીદારી પર સવિશેષ ભાર મુકી એક નવતર પહેલ હાથ ધરી છે. અને આ પહેલ છે "કોફી વિથ કમિશનર" જેમાં કમિશનરશ્રી દ્વારા શહેરના જુદા જુદા ક્ષેત્રના મહાનુભાવોને દર અઠવાડિયે એક વખત શહેરના ૧૫ નામાંકિત પ્રબુદ્ધ નાગરિકો જેઓ વિવિધ ક્ષેત્રોમાં આગવું સ્થાન ધરાવે છે. તેમજ લોકોની સુખાકારી વધારવા ચિંતીત છે તેવા નાગરિકો સાથે શહેરના પ્રશ્નો મહાનગરપાલિકાની કામગીરી તેમજ શહેરના વિકાસના વિઝન અંગે કમિશનરશ્રીના નિવાસ સ્થાને સંવાદ કરવામાં આવશે તેમજ કોર્પોરેશનની કામગીરી સુદ્રઢ કરવા તેઓના સૂચનો લેવામાં આવશે. દરેક ક્ષેત્રમાં વિશિષ્ટ સ્થાન ધરાવતા જેવા કે ડોકટરો, વકીલો, સીનીયર સીટીઝનો, યુવાનો, એનજીઓ, સહિતના લોકો સાથે દર અઠવાડિએ આમંત્રિત કરી મહાનગરની કામગીરી સુદ્રઢ બનાવવા શહેરના વિકાસ તેમજ શહેરમાં સુવિધાઓનો વધારો થાય તે માટે સંવાદ કરવામાં આવશે. જેમાં આજરોજ શહેરના નામાંકિત ડોકટરો સાથે કમિશરશ્રીના નિવાસસ્થાને કમિશરશ્રી તુષાર સુમેરાએ નિમંત્રત કરી મહાનગર અંગે સંવાદ કરવામાં આવ્યો હતો. જેમાં શહેરના નામાંકિત ડોકટર ડી.પી.ચીખલીયા, ડો.અમિત જાની, ડો. અરૂણ.વી.કોઠારી, ડો.મયુર વાણીયા, ડો.નિલેશ બારૈયા, ડો. એમ.વી.પાનસુરીયા, ડો.ભાવેશ ટાંક, ડો.કે.પી.ગઢવી, ડો.કલ્પેશ બાખલકીયા, ડો.ભાર્ગવી દોશી, ડો.રાજેશ.સી.દોશી, ડો.કે.કે.ઠક્કર, વગેરે હાજર રહી દરેક ડોકટરોએ પોતપોતાના રજૂ કર્યા હતા અને શહેરને આગવું શહેર કઈ રીતે બનાવી શકાય તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. રિપોર્ટર : ભરત બોરીચા Mo. 92768 17218

જુનાગઢ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..