Back

જૂનાગઢ મધુરમ દલિત યુવક મંડળ દ્વારા ૧૦૨માં સંકલ્પ દિન નિમિત્તે ડૉ.આંબેડકર પ્રાથમિક શાળામાં બાળકોને શિક્ષણ કીટ વિતરણ કરવામાં આવ્યું

જૂનાગઢ : ગત તારીખ ૨૩ સપ્ટેમ્બરના રોજ ડો.બાબા સાહેબ આંબેડકર દ્વારા વડોદરા સંકલ્પ ભૂમિ ખાતે સંકલ્પ લીધો તેના ૧૦૨માં સંકલ્પ દિનની ઉજવણી આજરોજ મધુરમ દલિત યુવક મંડળ દ્વારા અનોખી રીતે કરવામાં આવી શહેરના આંબેડકર નગર વિસ્તારમાં આવેલ ડો.આંબેડકર નગર સરકારી પ્રાથમિક શાળાના ધોરણ ૧ થી ૫ ના ૨૧૨ બાળકોને શિક્ષણ કીટ વિતરણ કરી ઉજવણી કરવામાં આવી હતી.

આ તકે મધુરમ દલિત યુવક મંડળના સાગર મકવાણા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે શહેરના પછાત બાળકોમાં શિક્ષણની રૂચિ વધે તેમજ ડો. બાબા સાહેબ આંબેડકરનું જે સૂત્ર છે શિક્ષિત બનો એ સાકાર કરવા આજે ડો.આંબેડકર નગર સરકારી પ્રાથમિક શાળાના ૨૧૨ બાળકોને શિક્ષણ કીટ વિતરણ કરવામાં આવી હતી.

આ પ્રસંગે મધુરમ દલિત યુવક મંડળના સાગર મકવાણા, લાલાભાઈ સોંદરવા, પંકજ ચાવડા, ભરત મકવાણા સહિત ડો.આંબેડકર નગર સરકારી પ્રાથમિક શાળાના આચાર્ય વિનયભાઈ સોલંકી તેમજ શાળાના સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર : ભરત બોરીચા

Mo. 92768 17218