Back

જૂનાગઢ વોર્ડ નં ૧૩માં ભાજપના ઉમેદવારોને ચૂંટણી પ્રચારમાં ન આવવાના લાગ્યા બેનરો

                   જૂનાગઢ : આગામી ૨૧ જુલાઈના રોજ જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે અને તેના પ્રચાર પ્રસાર ચાલી રહ્યો છે.

ત્યારે શહેરના મધુરમ વિસ્તાર વોર્ડ નં ૧૩માં ભાજપના ઉમેદવારો તથા કાર્યકર્તાઓએ વોર્ડમાં પ્રવેશ કરવો નહીં તેવા બેનરો લગાવવામાં આવ્યા અને બેનરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો કે ભાજપના ઉમેદવાર તથા કાર્યકર્તાઓ પ્રવેશ કરશે તો તેનો વિરોધ કરવામાં આવશે.

આ અંગે વધુમાં સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું કે વોર્ડ નં૧૩માં છેલ્લા ઘણા વર્ષોથી પ્રાથમિક સુવિધાઓના કામો થયેલ નથી અને એવા પણ આક્ષેપો કરવામાં આવી રહ્યા હતા કે વોર્ડ નં ૧૩માં ગત ટર્મમાં ચૂંટાઈ આવેલા એક કોર્પોરેટર દ્વારા મધુરમ વિસ્તારમાં પ્લોટો લીધેલા અને ત્યાં ટાઉનશીપ કરવામાં આવી જેથી ત્યાં ના રોડ રસ્તા થઈ જાય પણ અન્ય સોસાયટીમાં કોઈપણ જાતની પ્રાથમિક સુવિધા કરવામાં આવેલ નથી જેથી  વોર્ડ નં ૧૩ની અનેક સોસાયટીઓમાં આજ સુધી કોઈ પણ જાતની પ્રાથમિક સુવિધાઓના કામો કરેલ નથી તેના વિરોધમાં બેનરો લગાવીને વિરોધ કરવામાં આવ્યો

રિપોર્ટર : ભરત બોરીચા

Mo. 92768 17218