Back

જૂનાગઢ સકકરબાગ પ્રાણી સંગ્રહાલય દ્વાર ૬૫માં "વન્યપ્રાણી સપ્તાહ" ની ઉજવણી કરવામાં આવી રહી

જૂનાગઢ : સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય દ્વારા ૬૫માં "વન્યપ્રાણી સપ્તાહ" ની ઉજવણી સક્કરબાગ ખાતે કરવામાં આવી રહી છે.

"વન્યપ્રાણી સપ્તાહ" ની ઉજવણી નિમિતે સક્કરબાગ પ્રાણી ઉદ્યાન જૂનાગઢ ખાતે આગામી સપ્તાહ દરમ્યાન જુદી જુદી વન્યપ્રાણી તેમજ પર્યાવરણથી માહિતગાર કરવા શાળા/કોલેજના વિદ્યાર્થીઓ માટે વિવિધ સ્પર્ધાની આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં આજરોજ "વન્યપ્રાણી સપ્તાહ" ના પ્રારંભ તેમજ ઉદઘાટન નિમિતે રૂપાયતન આશ્રમ શાળાના બાળકો તથા મંગલમૂર્તિ ચિલ્ડ્રન હોમ અને અંધજન મંડળના બાળકોની ઝુ વિઝીટ રાખવામાં આવી હતી.

"વન્યપ્રાણી સપ્તાહ" દરમ્યાન ઘરની આસપાસ જોવા મળતા પક્ષીઓ, લુપ્ત થયેલા વનયજીવ, દરિયાઈ જીવસૃષ્ટિ પર માનવીય પ્રદુષણની અસર, પ્રાણી સંગ્રહાલયનું મહત્વ સહિત પ્રદુષણ અને વૈશ્રીક સમસ્યા અને તેના નિવારણ વિશે કવીજ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે.

તેમજ સપ્તાહ દરમ્યાન  સક્કરબાગ પ્રાણી ઉદ્યાન દ્વારા તુલસી, પીપળો, વડ, લીમડો સહિત બીલીના રોપાઓનું નિશુલ્ક વિતરણ કરવામાં આવશે.

તેમજ સપ્તાહના અંતે સમાપન તેમજ સ્પર્ધકોને ઈનામ વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

રિપોર્ટર : ભરત બોરીચા... જૂનાગઢ

Mo. 92768 17218

જુનાગઢ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..