Back

કેશોદ તુવેરકાંડમાં શંકાસ્પદ જથ્થો મળી આવ્યો

જુનાગઢના કેશોદ તુવેર કૌભાંડ મામલે ખેડુત હિતરક્ષક સમિતિ દ્વારા ચેકિંગ હાથ ધરાઇ, જેમાં આરોપી ભરત વઘાસિયાની વાડી માથી શંકાસ્પદ તુવેરદાળનો જથ્થો મળી આવ્યો. જેની કલેક્ટર તેમજ પોલીસને જાણ કરવામાં આવી.

ખેડુત હિતરક્ષક સમિતિના કન્વીનર ભરત લાડાણી અને ખેડુતો ઉપવાસ પર બેઠા તમામ તુવેરની ગોદામ સીઝ કરવાની માંગણી કરવામાં આવી, જ્યાં સુધી ગોદામ સીઝ નઇ થાય ત્યાં સુધી ઉપવાસ આંદોલન ચાલુ રાખવાની ચીમકી આપી. મળી આવેલા આ તુવેરના જથ્થાની બોરીઓ ઉપર મધ્યપ્રદેશનો માર્કો હોવાનું બહાર આવ્યું છે.

જો ઊંડાણ પુર્વક આ તુવેરદાળ કૌંભાંડની તપાસ કરવામાં આવે તો ઘણા બધા અધિકારીઓ, નેતાઓ, તેમજ વચેટીયાઓ દોષીત થઈ શકે તેમ છે. હવે જોવાનું એ રહ્યું કે સરકાર ખેડુત હિતમાં તપાસ તટસ્થ રીતે કરશે. કે, મગફળી કાંડની જેમ પોતાના મળતીયા ને તેમજ ટેકેદારોને બચાવવા માટે તપાસ ની અંદર ઉણપ રાખશે.