Back

પંચાલા સ્વામિનારાયણ મંદિરમાં બિરાજતા ઘનશ્યામ મહારાજ નો ૩૯મો વાર્ષિક પાટોત્સવ ઉજવાયો.

પંચાલા સ્વામિનારાયણ મંદિરમાં બિરાજતા ઘનશ્યામ મહારાજ નો ૩૯મો વાર્ષિક પાટોત્સવ

પંચાલા સ્વામિનારાયણ મંદિરમાં બિરાજતા બાળસ્વરૂપ શ્રી ઘનશ્યામ મહારાજ નો ૩૯મો વાર્ષિક પાટોત્સવ

કેશોદના ગોરધનભાઇ નાથાભાઈ ભૂત પરિવાર દ્વારા આજે ખુબજ ધામધુમથી ઘનશ્યામ મહારાજ નો ૩૯મો વાર્ષિક પાટોત્સવ યોજાયો હતો. આ પ્રસંગે જળયાત્રા રાત્રિના કાર્યક્રમો પણ હોજાયા હતા.

સવારે ૦૬:૦૦ વાગ્યે વેદ મંત્રો સાથે ઘનશ્યામ મહારાજનો મહાઅભિષેક યોજાયો હતો. ૦૯:૦૦ વાગ્યે સભા યોજાઈ હતી. આ સભામાં પ્રેમપ્રકાશ સ્વામી, ઘનશ્યામ સ્વામી અને કોઠારી યોગેશ્વર સ્વામીએ પંચાલાનો મહિમા લીધો હતો.  ત્યારબાદ અંકોટ દર્શનને મહાપ્રસાદ પણ રાખેલ હતો.

ડો.વિપુલ ભાઈ પટેલ અને રાજેશ ભાઈ ભૂતે અને સત્સંગ સમાજ ભારે જહેમત કરી હતી. આ પાટોત્સવમાં ગામે ગામ થી મોટી સંખ્યામાં ભક્તો આવ્યા હતા. ડો વિપુલ ભાઈ પટેલે તમામ ભક્તો નો આભાર માન્યો હતો. મંદિર ને ધજા પતાકા અને જાત જાતની અને ભાત ભાતની સિરીજોથી આબેહૂબ સંગારેલ હતું.

રિપોર્ટર. મહેશ કાનાબાર