Back

કેશોદના અગતરાય ગામે મારુતિ મેગ્નેટિક નામના બંધ કારખાનામાં જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ ત્રાટકી : રૂ.6 લાખથી વધુનો વિદેશી દારૂ પકડાયો

કેશોદ તાલુકાના અગતરાય  ગામે બાયપાસ પાસેના મારુતિ મેગ્નેટિક નામના બંધ કારખાનામાં જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ ત્રાટકી : રૂ.6 લાખથી વધુનો વિદેશી દારૂ પકડાયો

જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ પીઆઇ રાજદીપસીંજી ગોહિલ સહિતના સ્ટાફની કામગીરી

(કશ્યપ જોશી)
કેશોદ તાલુકાના અગતરાય  ગામે બાયપાસ પાસેના મારુતિ મેગ્નેટિક નામના  બંધ કારખાનામાં વિદેશી દારૂનો જથ્થો પડ્યો હોવાની બાતમી પરથી જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચગિના ઇન્ચાર્જ પીઆઇ રાજદીપસિંહ ગોહિલ સહિતની ટીમે ત્રાટકી રૂપિયા 6 લાખ 4 હજાર 800નો મુદ્દામાલ ઝડપી લઈને દારૂના બુટલેગરની શોધખોળ આદરી છે.

મળતી વિગતો મુજબ રેન્જ પોલીસ મહાનિરીક્ષક સાહેબ  એસ.જી.ત્રિવેદીની સૂચના તેમજ પોલીસ અધિક્ષક સૌરભ સિંહના  સીધા માર્ગદર્શન હેઠળ પ્રવર્તમાન સમયમા વિદેશી દારૂ તથા જુગારની બદીને નેસ્તનાબૂદ કરવા અને આવી પ્રવૃત્તિ કરતા ઇસમો ઉપર ઘોંસ  બોલાવી દબોચી લઇ ગે.કા. પ્રવૃતિને સંપુર્ણપણેડામી દેવા સૂચના આપવામાં આવી હતી.

જેના અનુસંધાને કામે પોલીસ સ્ટાફ દ્વારા ઉપરોકત સુચના ધ્યાને લઇ સતત જીલ્લા વિસ્તાર માં પેટ્રોલીંગ ફરી આવી ગે.કો. પ્રવૃતિ કરતા ઇસમો ઉપર સતત વોચ રાખતા કાઇમ બ્રાન્ચ જૂનાગઢના ઇચા.પો.ઇન્સ. આર.કે.ગોહિલ તથા પો. હેડ કોન્સ. બી. કે. સોનારા તથા પો.અધિ.સા.સ્કવોડ, જૂનાગઢના પો.કોન્સ.ધર્મેશભાઇ વાઢેર ને સંયુક્ત માં ખાનગી રહે ચોક્કસ બાતમી મળી હતી કે, કેશોદ તાલુકાના અગતરાય ગામે બાયપાસ પાસે આવેલા મારુતિ મેગ્નેટિક નામના બંધ કારખાનામા કાસમ રફીક ગામેતી રહે.મુળ કેશોદ પાણીના ટાંકા પાસે હાલ અગતરાય વાળો ગે.કે.રીતે ભારતીય બનાવટ વિદેશી દારૂનો જથ્થો સંઘર્યો છે.

 જે બાતમી હકિકત આધારે અગતરાય ગામે મારુતિ મેગ્નેટિક નામના બંધ કારખાનામાંદરોડો પડાતા ત્યાંથી  ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 1512 બોટલ(કિં.રૂ.604800-00)ની મળી આવી હતી. જયારે દારૂના જથ્થાનો સુત્રધાર એવો રફીક નહિ મળી આવતા તેમની શોધખોળ આદરાઈ છે. રફીકને પકડવામાં  ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ પીઆઇ  આર.કે.ગોહિલ, પો.હેડ કોન્સ. વી.એન.બડવા, બી.કે.સોનારા, તથા ડિટેકશન સ્કવોડ ના પો.હે કો.એસ.વી.પરમાર, ડાયાભાઇ કાનાભાઇ, સાહીલભાઇ સમા, ભરતભાઈ સોલંકી, જયદીપ કનેરીયા તથા શ્રી પો.અધિ.સા જૂનાગઢ ના પ્રોહી જુગાર સ્કોડના ધર્મેશભાઈ સુરસીંગભાઇ વિગેરે પોલીસ સ્ટાફ રોકાયો હતો.