Back

ખેડા લોકસભાની બેઠક પર ભગવો લહેરાયો.

જ્યારે ૨૦૧૯ લોકસભાની ૫૪૨ સીટોનું પરિણામ જાહેર થઈ ગયું  છે. જેમા સમગ્ર ભારતમા મોદી લહેર તેમજ ભગવો લહેરાતો જોવા મળી રહ્યો છે. અને મોદીની જન્મભુમી અને ભાજપનો ગઢ ગણાતું એટલે ગુજરાત જેમાં કુલ ૨૬ સીટો ઉપર લોકસભાની ચુંટણી યોજાઇ હતી. જેમાં ભાજપના ખાતામાં ૨૬ માથી ૨૬ સીટો પ્રાપ્ત થઈ છે. જેના કારણે સમગ્ર ગુજરાતમા ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. અને ઠેર-ઠેર ફટાકડા ફોડી, મીઠાઇ ખવારવી, અને ઢોલ-નગારા સાથે વીજેતા ઉમેદવારોનું હાર પહેરાવી ઉમળકાભેર સ્વાગત કરવામાં આવી રહ્યું છે.

ખેડા લોકસભાની સીટ ઉપર ભાજપના ઉમેદવાર ચૌહાણ દેવુસિંહ સામે કોંગ્રેસના હરીફ ઉમેદવાર બિમલ શાહને ૩,૬૭,૩૨૫ ની જંગી લીડથી હારનો સામનો કરવો પડ્યો હતો. દેવુસિંહના પક્ષમાં ૭,૧૪,૫૭૨ મતો અને બિમલ શાહના પક્ષમાં કુલ 3,૪૭,૪૨૭ મતો પડ્યા હતા. 

ખેડા જીલ્લાનાં પળે પળના સમાચાર આપના મોબાઈલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..