Back

ખેડા જિલ્લાના ન્યાયાલયોમાં નેશનલ લોક અદાલત યોજાશે...

ખેડા જિલ્લાના ન્યાયાલયોમાં તા.૧૩મી જુલાઇના રોજ નેશનલ લોક અદાલત યોજાશે

અરજદારો-પક્ષકારોને લોક અદાલતનો લાભ લેવા અનુરોધ

 

રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, સુપ્રિમ કોર્ટ, દિલ્હી, ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય, નડિયાદ દ્ધારા આગામી તા.૧૩-૦૭-૨૦૧૯ શનિવારના રોજ જિલ્લા ન્યાયાલય નડિયાદ ખાતે આવેલ કોર્ટો સહિત ખેડા જિલ્લાના તમામ તાલુકા મથકે કાર્યરત કોર્ટો ખાતે નેશનલ લોક અદાલત યોજાશે. આ નેશનલ લોક અદાલતમાં મોટર વાહન અકસ્માતના કેસો, સમાધાન લાયક ફોજદારી કેસો, દીવાની દાવાઓ, કામદાર વળતરના કેસો, જમીન સંપાદન વળતરના કેસો, ગ્રાહક સેવા તકરારની બાબતોના કેસો, વીજ કંપનીના કેસો, મોબાઇલ કંપની સાથે વિવાદના કેસો, મની સ્યુટ, બેંકના લેણા કેસો, દરખાસ્તના કેસો, (નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ ૧૩૮ ના ચેક રીટર્નના કેસો, લગ્ન સંબંધિત છુટાછેડા, ખાધા-ખોરાકીને લગતા કેસો તથા બેંકના એન.પી.એ. ખાતાઓને રીકવરી માટેના પ્રિલીટીગેશન કેસો સહિતના તમામ એવા કેસો કે જેમાં સમાધાન રાહે કેસોનો નિકાલ કરી શકાય તેવા કેસો હાથ ધરવામાં આવશે.

આ નેશનલ લોક અદાલતમાં વધુમાં વધુ કેસોનો સમાધાન રાહે નિકાલ કરી શકાય તેવા ઉમદા હેતુસર ખેડા જિલ્લાની તમામ કોર્ટે વિવિધ કંપનીઓ, સંસ્થા તથા અન્ય કોર્ટોના કેસોમાં નેશનલ લોક અદાલત પહેલા પ્રિ-કેન્સીલીએશન પણ રાખેલ છે.

 

 

ખેડા જીલ્લાનાં પળે પળના સમાચાર આપના મોબાઈલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..