Back

લીમડામાં એક ડાળ મીઠી......

શ્રધ્ધાળુઓના આસ્‍થાના કેન્‍દ્ર સમાન સ્‍થળને રૂા.૧.૪૩ કરોડના ખર્ચે વિકસાવવામાં આવ્યું

સીમલજ નજીક આ સ્‍થળે શ્રધ્ધાળુઓ માટે પાયાની અને માળખાગત સુવિધાઓ ઊભી કરવામાં આવી   

ડાકોર નજીક સીમલજ ખાતે જિલ્‍લા પ્રવાસન સમિતિ દ્વારા રૂા.૧.૪૩ કરોડના ખર્ચે યાત્રાળુઓ માટે પાયાની અને માળખાગત સુવિધાઓ ઊભી કરી શ્રધ્ધાળુઓના આસ્‍થાના કેન્‍દ્ર સમાન આ સ્‍થળને વિકસાવવામાં આવ્યું છે. ડાકોરના રાજાધિરાજ રણછોડરાયના દર્શને આવતા શ્રધ્ધાળુઓ આ સ્‍થળે ભકિતભાવપૂર્વક માથુ ટેકવે છે. આ સ્‍થળે સુંદર બગીચો, પાર્કિંગ, કેન્‍ટીન, સ્‍કલ્પચર, વોટરરૂમ, ટ્રી સ્કલ્પચર, ગેટ સ્કલ્પચર, શૌચાલય જેવી પાયાની સુવિધાઓ જિલ્‍લા પ્રવાસન સમિતિ દ્વારા ઊભી કરવામાં આવી છે.

લીમડામાં એક ડાળ મીઠી તરીકે સુપ્રસિધ્ધ આ સ્‍થળે લોકોકિત મુજબ ડાકોરના કૃષ્‍ણ ભકત બોડાણા સાથે ભગવાન શ્રી કૃષ્‍ણ દ્વારકાથી ડાકોર આવતા હતા ત્યારે સવારમાં બિલેશ્ર્વર મહાદેવ નજીક ગાડુ ઊભું રાખ્યું હતું. ભકત બોડાણા જયારે સવારે ઊઠયા તો દાતણ માટે ભગવાને લીમડાની ડાળ પકડી હતી. જે ભગવાનના સ્‍પર્શથી લીમડાની ડાળ મીઠી થઇ ગઇ હતી. આ સ્‍થાને ડાકોર-ઉમરેઠ માર્ગ પર સીમલજમાં આવ્યું છે. આ સ્‍થાને રણછોડરાયજીનું નાનકડું મંદિર પણ છે. જયારે શ્રધ્ધાળુઓ ભકિતભાવપૂર્વક દર્શને આવતા હોય છે.

આ સ્‍થાન વિકસાવવામાં આવતા પ્રવાસીઓની સુવિધાઓમાં વધારો થયો છે.

 

 

નડિયાદ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..