Back

વર્ષ ૨૦૧૮-૧૯ના આત્‍મા એવોર્ડ માટે તા.૧૫મી જુલાઇ સુધી અરજી કરવી

ખેડા જિલ્લાના ખેડૂતો જોગ

વર્ષ ૨૦૧૮-૧૯ના આત્મા એવોર્ડ માટે તા.૧૫મી જુલાઇ સુધી અરજી કરવી

ખેતીમાં વૈજ્ઞાનિક અભિગમ અને તજજ્ઞતાના ઉપયોગમાં સાહસિકતા દેખાડનાર અને એવી દ્રષ્ટી ધરાવતા પ્રગતિશીલ ખેડૂતોનો ઘણો ફાળો છે. આવા ખેડૂતો આગવી કોઠાસૂઝથી ખેતીમાં નવી સિધ્ધીઓ હાંસલ કરી રહ્યા છે અને બીજા ખેડૂતોને પ્રેરણા પુરી પાડી રહ્યા છે. આવા ખેડૂતોનું બહુમાન કરી પુરસ્કાર આપી તેમને પ્રોત્સાહીત કરવાના શુભ આશયથી આત્મા યોજના હેઠળ બેસ્ આત્મા ફાર્મર્સ એવોર્ડસ આપવામાં આવે છે. ઓવોર્ડ જુદા જુદા ક્ષેત્રોમાં જેવા કે ખેતીવાડી, બાગાયતી પાકો, ઔષધીયપાકો, મત્સયપાલન, કુદરતી સંશોધાનોની જાળવણી, ગ્રીન હાઉસમાં ખેતી, મૂલ્ વૃધ્ધિ પાક સંરક્ષણ અને કૃષિમાં યાંત્રિકરણ વિગેરે ક્ષેત્રોમાં આપવામાં આવે છે. વર્ષ ૨૦૧૮-૧૯ ના એવોર્ડ અંગેના અરજી ફોર્મ પ્રોજેકટ ડાયરેકટર કચેરી, આત્મા પ્રોજેકટ, ખેડૂત તાલીમ કેન્દ્ર સીવીલ કોર્ટ પાછળ, ઠાસરા,જિ-ખેડા ખાતેથી મળી શકશે, જે ભરીને તા.૧૫/૦૭/૨૦૧૯ સુધીમાં કચેરીમાં મોકલી આપવાના રહેશે, એમ પ્રોજેકટ ડાયરેકટર, આત્માની યાદીમાં જણાવાયું છે.  

 

 

નડિયાદ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..