Back

નડિયાદમાં તમાકુના નિયમન માટે સધન ચેકીંગ કરાયુ

જિલ્‍લા આરોગ્‍ય શાખા દ્વારા વિવિધ વિભાગોના અધિકારીઓની ટીમ બનાવી નડિયાદમાં તમાકુના નિયમન માટે સધન ચેકીંગ કરાયુ.૧૫ જેટલા વિવિધ સ્‍ટોલ્સને રૂા.૧૭૫૦/- જેટલો દંડ ફરકારવામાં આવ્યો

યુવાનો, વૃધ્ધો અને મહિલાઓમાં તમાકુના વ્‍યસનની કુટેવ દિવસે દિવસે વધી રહી છે. તેના કારણે નાગરિકોમાં અસાધ્ય જીવલેણ રોગ વધી રહયા છે. આમ તમાકુના વ્‍યસનના કારણે નાગરિકોને થતા રોગો માથી બચાવવા તેમજ યુવાનો અને મહિલાઓમાં આ વ્‍યસન નેસ્‍ત નાબુદ થાય તથા તેના પર મહદ અંશે કાબુ મેળવી શકાય તેવા આદર્શ હેતુ સાથે જિલ્‍લા આરોગ્‍ય વિભાગ દ્વારા સમગ્ર જિલ્‍લામાં સધન ચેકીંગ કરી તેની સામે સખત પગલા લેવામાં આવી રહયા છે.

નડિયાદના કોલેજ રોડ વિસ્‍તાર ઉપર આરોગ્‍ય વિભાગ દ્વારા બનાવવામાં આવેલ ટીમ દ્વારા પાનના ગલ્‍લા, કરીયાણાની દુકાનો ઉપર તપાસ કરી ૧૫ જેટલા વિવિધ સ્‍ટોલ્સને રૂા.૧૭૫૦/- જેટલો દંડ ફરકારવામાં આવેલ હતો. તેમજ ૧૮ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને તમાકુની બનાવટોનું વેચાણ ન કરવા અને પ્રતિબંધિત તમાકુની બનાવટોના વેચાણ ઉપર થતી સજા અને દંડની જોગવાઇઓની જાણકારી આપવામાં આવી હતી.

આ સધન ચેકીંગમાં જિલ્‍લા આરોગ્ય વિભાગના ર્ડા.ઠાકર,  મેધા, પોલીસ ઇન્‍સ્‍પે. , ફ્રુડ એન્‍ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ, માહિતી વિભાગના કર્મચારીઓ, નગરપાલિકાના કર્મચારીઓ ઉપસ્થિત રહયા હતા.            

નડિયાદ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..