Back

કલેકટર સુધીર પટેલે જિલ્લા કક્ષાનો કાર્યરત આપદા નિયંત્રણ કક્ષની ઓચિંતી મુલાકાત લીધી.

કલેકટર સુધીર પટેલે જિલ્લા કક્ષાનો કાર્યરત આપદા નિયંત્રણ કક્ષની ઓચિંતી મુલાકાત લીધી

વરસાદ માપક યંત્રની કરી ચકાસણી

ચોમાસા દરમિયાન વરસાદની કાળજીપૂર્વક માપણી થાય તે માટે તાલુકા કક્ષાએ સુચનાઓ આપી

ખેડા જિલ્‍લામાં ચોમાસાની ઋતુમાં સંભવિત કુદરતી આપત્તિઓ જેવી કે પૂર, વાવાઝોડુ, અતિવૃષ્‍ટિ જેવી પરિસ્‍થિતિને પહોંચી વળવા માટે જિલ્‍લા પ્રશાસન દ્વારા સજ્જતા કેળવવામાં આવી છે. જિલ્‍લામાં ગામ/તાલુકા તેમજ જિલ્‍લા કક્ષાના આપદા પ્રબંધન મકાનને અદ્યતન કરવામાં આવ્યા છે. એટલું જ નહી દરેક તાલુકા મથકોએ વરસાદ માપક યંત્રો(રેઇનગેઇઝ) પણ મુકવામાં આવ્યા છે.

કલેકટરસુધીર પટેલે જિલ્‍લા કક્ષાએ કાર્યરત આપદા નિયંત્રણ કક્ષની ઓચિંતી મુલાકાત લઇ ડીઝાસ્‍ટર શાખામાં મુકવામાં આવેલ વરસાદ માપક યંત્ર (રેઇનગેઇઝ)ની ચકાસણી કરી હતી. કલેકટરશ્રીએ દરેક તાલુકા કક્ષાએ મુકવામાં આવેલ વરસાદ માપક યંત્રો દ્વારા રેઇનગેઇઝની કાળજીપૂર્વક માપણી થાય તે જોવા સૂચનાઓ આપી હતી.

અત્રે ઉલ્‍લેખનીય છે કે, નડિયાદ શહેરમાં ડીઝાસ્‍ટર શાખા, ફાયર બ્રિગેડ તેમજ સિવીલ હોસ્‍પિટલ ખાતે વરસાદની સરેરાશ માપણી કરવામાં આવે છે. જેથી વરસાદના સચોટ આંકડા મેળવી શકાય.

કલેકટરની આ મુલાકાત વેળાએ ડીઝાસ્‍ટર શાખાના મામલતદાર એચ.બી.રાઠોડ, ગ્રામ્ય મામલતદારશ્રી રાઠોડ, જિલ્‍લા પ્રોજેકટ ઓફિસર સાચી દેસાઇ સહિત ડીઝાસ્ટર શાખાના કર્મીઓ હાજર રહયા હતા.   

 

 

નડિયાદ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..