Back

અંજાર મદયે ગાંધીધામ નગર પાલિકાના ફેકવામાં આવતા ઘન કચરા ના વિરોધમાં વાડા ગામે ખાસ ગ્રામ સભા યોજવામાં આવી

અંજાર મદયે ગાંધીધામ નગર પાલિકા ના ઘન કચરા ના વિરોધ માં વાડા ગ્રામ જનો તેમજ સરપંચ જેના બેન આમદ ના અઘ્યક્ષ સ્થાને ખાસ ગ્રામ સભા યોજવામાં આવેલ 

ગ્રામ સભા માં અંજાર ના પ્રાંત અધિકારી જોશી સાહેબ તેમજ અંજાર મામલતદાર એ બી મંડોરી સાહેબ તેમજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર તેમજ પોલિસ કાફલો નાયબ મામલતદાર ધાસુરાં સાહેબ તેમજ ગાંધીધામ નગરપાલિકા ના ચીફ ઓફિસર મૅડમ તેમજ જાડેજા સાહેબ તેમજ ગાંધીધામ નગર પાલિકા ના અધિકારીઓ અને વિપક્ષ નેતા વી.કે. હુબલ આમ આદમી પાર્ટી પૂર્વ કચ્છ જિલ્લાના પ્રમુખ રોશનઅલી સાંધાણી, ચંદીયા તાલુકા પંચાયત સીટ ના સભ્ય દેવજી ભાઇ સોરઠીયા જિલ્લા પંચાયત સીટ ના મ્યાજર ભાઇ 

નિંગાળ ગામ ના સરપંચ, પતિયા ગામ ના સરપંચ, લોહરીયા  ગામ ના સરપંચ, ચંદીયા ગામ ના સરપંચ, ચુબડક, ગંડેર,પખેરા,  તેમજ આજુબાજુ ના ગામડા ના સરપંચૉ તથા તમામ ગામના  લોકો  ઉપસ્થિત રયા હતા અને  વાડા ગામ મધ્યે ફીલિપ એઇડ્સ સેન્ટર ના ડાયરેક્ટ પોલ ફાધર પોતાનો વિરોધ દાખયવો હતો અને વાડા ગામ ના પૂર્વ સરપંચ અને હાલ ના સરપંચ ના પતિ આમદ કારા કેવર આ હુકમ રદ કરવા રજૂઆત કરી હતી


ડેપ્યુટી કલેક્ટર આ હુકમ ફેર વિચાર અને ચર્ચા કરશુ તેવો આશ્વાસન આપ્યો હતો અને વાડા ગામ ના બહોળી સંખ્યા માં લોકો હાજરી આપી હતી,,સાથે  આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ રોશનઅલી શાંધાણી એ કચરા ના વિરોધમાં ગ્રામજનો ને આપ,પાર્ટી નો સાથ જોસે તો આપ પાર્ટી  કોર્ટમાં રિટ દાખલ કરવામાં આવશે એવું જણાવ્યું છે

અંજાર શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..