Back

કચ્છ જિલ્લાના શ્રી ભચાઉ લોહાણા યુવક મંડળ દ્વારા માઁ કાર્ડ કાર્યક્રમ યોજાયો અનેક મહાનુભાવો રહ્યાં ઉપસ્થિત

બિમલ માંકડ 78746 35092

વાત્સલ્ય ન્યુઝ બ્યુરોચીફ કચ્છ


રિપોર્ટ : ધનસુખ ઠકકર


કચ્છ જિલ્લાના શ્રી ભચાઉ લોહાણા યુવક મંડળ દ્વારા માઁ  કાર્ડ કાર્યક્રમ યોજાયો 


માંડવી મુન્દ્રા મતવિસ્તારના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ, ભચાઉ પાલિકા પ્રમુખ કુલદીપસિંહ જાડેજા સહિત અન્ય સધિકારીઓ રહ્યાં હાજર


શ્રી ભચાઉ લોહાણા યુવક મંડળ દ્વારા માઁ કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો યુવક મંડળ દ્વારા જ્ઞાતિજનોના કુલ ૨૨૫ માં કાર્ડ બનાવી આપવામાં આવ્યા હતાં જેમાં માંડવી મુન્દ્રા ના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, ભચાઉ નગરપાલિકા ના પ્રમુખ કુલદીપસિંહ જાડેજા, ભચાઉ મામલતદાર કે.જી.વાછાણી, ભચાઉ સી.એચ.સી. ના દીપકભાઈ દરજી, ચિંતનભાઈ સાધુ,  ભચાઉ લોહાણા મહાજન ના પ્રમુખ ભરતભાઈ પુજારા, મંત્રી અશ્વિનભાઈ અનમ, ઉપપ્રમુખ પ્રવીણભાઈ ચંદે, ભચાઉ લોહાણા યુવક મંડળ ના પ્રમુખ વિશાલ કોટક, ઉપપ્રમુખ વિપુલ મીરાણી, ભચાઉ લોહાણા મહિલા મંડળના પ્રમુખ સુશીલાબેન અનમ, મંત્રી વીણાબેન દત્તાણી સહિતના ઉપસ્થિત રહ્યા અને તેમના હસ્તે માઁ કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું ઉપસ્થિત મહેમાનો એ શ્રી ભચાઉ લોહાણા યુવક મંડળની આ સેવાકીય કામગીરી ને બિરદાવી હતી આ કાર્યક્રમનું સંચાલન કલ્પેશભાઈ ઠક્કર દ્વારા, સ્વાગત પ્રવચન તેમજ આભારવિધિ ભચાઉ યુવક મંડળ ના પ્રમુખ વિશાલ કોટક દ્વારા કરવામાં આવેલ. આ કાર્યક્રમ ને સફળ બનાવવા લોહાણા યુવક મંડળ ના મુકેશ ઠકકર, અલ્પેશ સોમેશ્વર, દેવદત્ત ભીંડે, કમલેશ કોટક, બિપિન દક્ષિણી, હર્ષ દત્તાણી, કિશન આડ, બ્રિજેશ કારીયા, કનૈયાલાલ કારીયા, રમેશ ચંદે, શૈલેષ કોટક તથા લોહાણા મહાજન ના  જિતેન્દ્ર જોબનપુત્રા, ભરત પુજારા, હરેશ જોબનપુત્રા તથા ભચાઉ લોહાણા મહાજન, લોહાણા યુવક મંડળ, લોહાણા મહિલા મંડળ ની ટીમ દ્વારા ઉમદા કામગીરી કરવામાં આવી હતી.

ભચાઉ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..