Back

સામખીયાળી ગામના ઠક્કર પરિવાર દ્વારા પ્રેરણાદાઈ પગલુ નેત્રનિદાન કેમ્પ સાથે વૃક્ષ વિતરણ કરવામાં આવ્યું

બિમલ માંકડ 78746 35092

વાત્સલ્ય ન્યુઝ બ્યુરોચીફ કચ્છ


રિપોર્ટ : ઘનશ્યામ બારોટ - ગૌતમ બુચીયા


સામખીયાળી ગામના ઠક્કર પરિવાર દ્વારા પ્રેરણાદાઈ પગલુ નેત્રનિદાન કેમ્પ સાથે વૃક્ષ વિતરણ કરવામાં આવ્યું


સામખીયાળી ગામના વહેપારી અગ્રણી અને જાણીતા પત્રકાર ધનસુખભાઇ ઠક્કર ના પુત્ર સ્વ.વિવેક ઠક્કર ના સ્મરણાર્થે આજે અહીં એક નેત્રનિદાન કેમ્પ સાથે વૃક્ષ વિતરણ યજ્ઞનુ આયોજન કરવામાં આવ્યુ હતું. છેલ્લા ઘણા સમયથી કચ્છ જીલ્લામાં સેવા આપીને વિસ હજાર થી પણ વધુ લોકોની આંખો ને પ્રકાશિત કરનાર પુજ્ય રણછોડદાસ ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટના માધ્યમથી ચાલતી હોસ્પિટલ ના ડોક્ટરો ની સેવા સાથે અહી નેત્રનિદાન અને નેત્રમણી દર્દીઓને તપાસવા સાથે એમને દવા અને ઓપરેશન સહિત ની નિઃશુલ્ક સેવા આપવામાં આવી હતી સ્વ.વિવેક રાચ્છ ની પ્રથમ પુણ્ય તિથીએ રાખવામાં આવેલા આ કેમ્પને પુજ્ય સંતશ્રી સંધ્યાગીરીબાપુ વેદ વિધાલયના પ્રણેતા ભગવતગીરી બાપુ અને વેદ વિધાલયના શાસ્ત્રીજી  વિપુલભાઈ સાથે અગ્રણીઓ એ દિપ પ્રાગટય કરી આ પર્યાવરણ અને આંખો ના રતનને બચાવવા ની મુહિમને આગળ વધારનાર ઠક્કર પરિવારની આ પહેલ ને બીરદાવી હતી. આ કેમ્પમાં દોઢસોથી પણ વધુ લાભાર્થીઓને ચકાસવા સાથે ત્રીસ જેટલા લોકોને ઓપરેશન ની જરૂર હતી જેમાંથી બાર દર્દીઓ ઓપરેશન માટે તૈયાર થતાં તેમને રાજકોટ ખાતે ઓપરેશન માટે લઇ જવાયા હતા, જ્યાં એમને ફ્રી ઓપરેશન કરી આપવામાં આવશે. તો અહી આંખોની રોશની ને પ્રકાશિત રાખવામાં જેનો સૌથી વધુ ફાળો છે એવા પર્યાવરણ ના પ્રહરી વૃક્ષો નું દરેક દર્દીને વિતરણ કરી વૃક્ષોથી થતા શરીરને ફાયદા ઓની સમજણ આપવા સાથે દર્દીઓ અને ગ્રામજનોને ચારસો વૃક્ષોનું વિતરણ કરવામાં આવેલ.            વૃક્ષોને ઉછેરવાની રીત જાગ્રુત ખેડુ દામજીભાઇ બાળા દ્વારા બતાવવામાં આવી હતી.       આ તકે જીલ્લા પંચાયત સદસ્ય નાગલબેન બાળા, સરપંચ સતીબેન લાખાભાઇ બાળા પુર્વ સરપંચ ચનાભાઇ બાળા, તાલુકા પંચાયતના સભ્ય હરીભાઇ હેઠવાડીયા, માજી સરપંચ જગદીશ મારાજ, ઉપ સરપંચ અમીનભાઇ રાઉમા, લોહાણા મહાજનના પ્રમુખ ધીરૂભાઈ કારીઆ, રમેશભાઇ ગંધા, પ્રભુલાલ કાથરાણી, દિનેશભાઈ ગંધા, દિનેશભાઈ દૈયા, ઇ.ટી. કંપનીના જી.એમ. આર.પી. સીંગ, ડેપ્યુટી જી.એમ. દેવાયતભાઇ, તથા એ.એસ.આર. અને ગેલન્ટ કંપનીના અધિકારીઓ અને ગ્રામજનોએ હાજર રહી આ સેવા યજ્ઞમાં સહયોગ આપ્યો હતો. અંતમાં સૌએ સાથે ભોજન લઈ ઓપરેશન કરાવવા રાજકોટ જતા લાભાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી.

ભચાઉ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..