Back

ગેસ ટેન્કરમાં દારૂ છુપાવવાનો પ્લાન આડેસર પોલિસે કર્યો નિષફળ લાખોનો દારૂ ભરેલ ટેન્કર ઝડપી પાડયો

બિમલ માંકડ 

વાત્સલ્ય ન્યુઝ બ્યુરો ચીફ કચ્છ

રિપોર્ટર ગૌતમ બુચિયા દ્વારા


ગેસ ટેન્કરમાં દારૂ છુપાવવાનો પ્લાન આડેસર પોલિસે કર્યો નિષફળ લાખોનો દારૂ ભરેલ ટેન્કર ઝડપી પાળ્યો


વિવિધ વસ્તુઓમાં દારૂ છુપાવીને કચ્છમાં ઘુસાડવાના અનેક કિમીયાઓ પોલેસે નિષફળ બનાવ્યા છે પરંતુ દારૂનો મોટો જથ્થો મંગાવનારા બુટલેગરો કોણ ? હવે એ ભેદ ઉકેલાય તે તરફ લોકોની મીટ મંડાઈ છે


કચ્છમાં દારૂની રેલમછેલ માટે બુટલેગરો જાણે મરણીયા પ્રયાસો કરી રહ્યા છે ત્યારે કચ્છમાં ઈંગ્લીશ દારૂ ધુસાડવાના અનેક કિમીયાઓ અપનાવાય છે અને તેને કચ્છ પોલીસ દ્રારા નિષ્ફળ બનાવાઇ રહ્યા છે ત્યારે આડેસર પોલીસે ટેન્કર નં એચ.આર.૪૬.સી ૩૬૩૬ માં આવતો  ૫૨,૦૦,૦૦૦ નો દારૂ પકડી પાડ્યો છે અને આરોપી દલ આદમખાન અકબરખાન ઉ.વર્ષ.૩૮ રહે  સિંહાનિયા તાલુકો સેડવા જિલ્લો બાડમેર રાજસ્થાનને પકડી પાડ્યો છે અને અન્ય ત્રણ લોકોના દારૂ ધુસાડવાના કિસ્સામાં નામ ખુલ્યા છે ત્યારે કચ્છમાં આ માલ કોને પહોંચાડવાનો હતો તે નામ અકબંધ રહ્યું છે ત્યારે અગાઉ પણ કચ્છમાં વિવિધ વસ્તુઓમાં ઈંગ્લીશ દારૂ છુપાવીને ધુસાડવાના પ્રયાસો થઈ ચૂક્યા છે પરંતુ જે રીતે કચ્છમાં થોડા દિવસોમાં દારૂના મોટા-મોટા કંસાઇનમેન્ટ આવી રહ્યા છે. તે જોતા લાગી રહ્યુ છે. કે કોઇ મોટું માથું સક્રિય થયુ છે. જો કે હાલ સુધીની તપાસમાં કચ્છમાં માલ મંગાવનાર મોટામાથાઓના નામનો ભેદ કચ્છ પોલીસ ઉકેલી શકી નથી અને ફરી આડેસર પાસેની રાજસ્થાનથી ગેસના ટેન્કરમાં ભરાઇને કચ્છમાં આવતો લાખોનો ઈંગ્લીશ દારૂ ઝડપી લીધો છે. જેમાં ૫૨,૦૦,૦૦૦ ના દારૂ અને ટેન્કર,રોકડ રકમ તેમજ મોબાઈલ મસીને કુલ ૮૧,૯૪,૬૨૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો છે અને એક શખ્સની ધરપકડ કરાઈ છે અને બાબુજી ચૌધરી રહે સિંહાનિયા તાલુકો સેડવા જિલ્લો બાડમેર રાજસ્થાન દારૂ મોકલનાર, ઓનલાઇન તરીકે સેવ કરેલ એક નંબર તથા આનંદરામ રહે.હિંસાર હરિયાણા દારૂ મોકલનાર પોલીસ તપાસ દરમ્યાન સામે આવ્યા છે. જો કે આવશ્યક વસ્તુઓમા જેની ગણના થાય છે તેવા ગેસ ટેન્કરમાં દારૂ ધુસાડવાનો બુટલેગરોનો પ્લાન પોલીસે નિષ્ફળ કર્યો છે ત્યારે બાતમી આધારે વિવિધ બ્રાન્ડની ૧૨,૯૬૦  ઈંગ્લીશ દારૂની બોટલો કબ્જે કરી છે અને આગળની વધુ તપાસ પોલીસે હાથધરી છે ત્યારે મોટી માત્રામાં ઝડપાતા દારૂના જથ્થા બાબતે રેન્જ આઈજી અને પૂર્વ કચ્છ એસપી દ્વારા મુખ્ય આરોપીઓ સુધી પહોંચવા કેવી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે છે તે તરફ લોકોની મીટ મંડાઈ છે.

ભુજ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..