Back

ભુજના વોર્ડ નંબર ૧ નાં કોંગ્રેસના ઉમેદવારને જનતાના બહોળા પ્રતિસાદ સાથે જીતનો પૂર્ણ વિશ્વાસ

બિમલ માંકડ 78746 35092

વાત્સલ્ય ન્યુઝ બ્યુરોચીફ કચ્છ 


બિમલ માંકડ દ્વારા


ભુજના વોર્ડ નંબર ૧ નાં કોંગ્રેસના ઉમેદવારને જનતાના બહોળા પ્રતિસાદ સાથે જીતનો પૂર્ણ વિશ્વાસ 


કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પડઘમો વાગી રહ્યાં છે ત્યારે કેટલાય ઉમેદવારોએ પોતાના પક્ષ સાથે રહીને જનતાને રિઝવવા માટે પ્રચાર પ્રસાર કરવાનું પુરજોશમાં ચાલુ કર્યું છે ત્યારે ભુજના વોર્ડ નંબર ૧ માં પત્રકારત્વ ક્ષેત્રેપણ કાર્યરત સ્વચ્છ છબી અને નામના ધરાવતા મહેબૂબ પંખેરીયા એ કોંગ્રેસમાં પોતાની ઉમેદવારી નોંધાવી છે ત્યારે સ્થાનિક નાગરિકોએ આ ઉમેદવારને ખોબેખોબા મત આપીને જીતનો વિશ્વાસ અપાવ્યો છે જે તેની લોકપ્રિયતા સાબિત કરી દીધી છે આ બાબતે તેના ટેકેદાર અને મિત્ર એવા નિજામ મોગલે સાથે રહીને જણાવ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષ નહિ પરંતુ વર્ષોથી આ વોર્ડ જાણે નધનિયાતું હોય તેવું વર્તન કરાઈ રહ્યું છે અને ચુંટાયેલા પદઅધિકારીઓ માત્ર ભ્રષ્ટાચાર આચરવા સિવાય કોઈજ કાર્ય કરતા નથી અને વોર્ડ નંબર ૧ સાથે અન્યાય કરાઈ રહ્યો છે તે મહેબૂબભાઈની જીત સાથે વિકાસની કેડીઓ કંડારશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી અને જ્યારે ખુદ વોર્ડના નાગરિકોએ ઉમેદવાર મહેબૂબભાઈ પર વિશ્વાસ મૂકીને તેને જીત અપાવવાની નેમ વ્યક્ત કરી ચુક્યા છે ત્યારે મહેબૂબ ભાઈએ પણ વચન સાથે કહ્યું હતું કે નાત જાત કે કોઈપણ પક્ષના હોય દરેકના પ્રશ્નોહલ કરીશ અને વોર્ડમાં લાઈટ,પાણી, રોડ-રસ્તા,ગટર જેવી પાયાના  પ્રશ્નો તાત્કાલિક ધોરણે હાથપર લઈને નિરાકરણ લાવીશ અને મારી પેનલ સાથે ભ્રષ્ટાચાર મુક્ત કામગીરી કરીને વોર્ડ નંબર ૧ માં વિકાસની વણઝાર લગાવવાનો હ્ર્દય પૂર્વકનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો

ભુજ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..