Back

કચ્છ મોરબી બેઠક પરથી ભાજપ ને મળ્યો જવલંત વિજય

બિમલ માંકડ 78746 35092

વાત્સલ્ય ન્યૂઝ બ્યુરોચીફ કચ્છ


કચ્છ મોરબી વિધાનસભાનાં ઉમેદવાર વિનોદભાઈ ચાવડા નો જ્વલંત વિજય : કોંગ્રેસનો પંજો કરમાયો


આજે હાથધરાયેલ મત ગણતરીમાં ભાજપને ૬,૨૭,૬૩૪ જ્યારે કોંગ્રેસ ને ૩,૨૩,૦૫૩ મત મળ્યાં હતાં અને ભાજપની ૩,૦૦,૫૭૧ મતોથી મેડવ્યો જ્વલંત વિજય 


કચ્છ લોકસભા સીટ પર ભાજપના ઉમેદવાર વિનોદ લખમશી ચાવડા આજે ફરી  વિજયી બન્યા છે સતત બીજી ટર્મમાં તેઓ સાંસદ તરીકે લોકોએ તેને ચૂંટીને સાંસદ તરીકે વધાવ્યા હતા ત્યારે વિનોદ ચાવડાની પ્રજાલક્ષી કામગીરી અને જન લોકચાહનાને ફરી એકવાર પ્રચંડ સમર્થન મળ્યું છે આજે મત ગણતરીમાં વિનોદ ચાવડાને ભારી બહુમતી મળી છે કોંગ્રેસના ઉમેદવાર નરેશ મહેશ્વરી ને કારમી હાર નો સામનો કરવો પડ્યો છે અને ભુજની એન્જીનીયરીંગ કોલેજ ખાતે સવારથીજ જન મેદની ઉમટી હતી થોડી વાર માં જ મતગણતરીની પદ્ધતિસરની કાર્યવાહી ચાલુ થતાંજ ભાજપ નો ઘોડો આગળ ચાલ્યો હતો ત્યારે કચ્છ બેઠક વિનોદભાઈ ચાવડા ને તાલુકા વાઇઝ મત ગણતરી જોઈએ તો અબડાસાની લીડ ૨૭,૩૦૭, માંડવીમાં લીડ ૪૧,૨૧૬. ભુજ બેઠક ની લીડ ૪૯,૫૫૯. અંજારની લીડ ૫૫,૧૧૦. ગાંધીધામમાં લીડ ૫૨,૬૬૧. રાપર બેઠકની લીડ ૨૮,૨૬૫ અને મોરબીમાં લીડ ૪૬,૪૫૩ મળીને  કુલ ૩,૦૦,૫૭૧ મતથી જ્વલંત વિજય મેળવીને પંજાને કારમી હાર આપી છે ત્યારે વર્ષ ૨૦૧૪ ની ચૂંટણીમાં ૨,૫૪,૦૦૦ મતોથી વિજય મેળવ્યું હતું તેથી પણ વધુ મતો મેળવીને ફરી કચ્છ મોરબીનું નૈતૃત્વ સાંભળવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું હતું અને કચ્છ મોરબી વિધાનસભા મત વિસ્તારમાં કમળ ખીલ્યું હતું ત્યારે વધુ વાત કરતાં વિનોદભાઈ ચાવડાએ ખુશ ખુશાલ અદામાં મતદારોની હ્ર્દય પૂર્વક આભાર માન્યો હતો અને નરેન્દ્ર મોદી,અમિત શાહ ભાજપ નાં નાના થી માંડી ને ઉચ્ચ હોદ્દેદારો કે જેણે તનતોડ મહેનત કરીને આ જ્વલંત વિજય મેળવવામાં મદદરૂપ બન્યાં તેનો પણ આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે વિકાસની જણજાર અવિરત ચાલુ રાખીને કચ્છ મોરબી ને લગતા વિવિધ પ્રશ્નો જેવાકે રોજગારીની તકો પુરી પાડવી નર્મદાનાં નિરને છેવાડાના ગામો સુધી પહોંચાડવું અને બાકી રહીંગયેલા કામોને તાત્કાલિક ધોરણે હાથપર લઈને લોક ઉપયોગી કર્યો કરવા કમર કશસે ત્યારે આ વિજયને તેણે લોકવીજય ગણાવીને કચ્છ મોરબીના મતદાતાઓનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો અને જીતની ખુશીમાં ભુજના વિવિધ વિસ્તારોમાં ભવ્ય રથ યાત્રા નીકળી હતી આ વેળાએ બહોળી સંખ્યામાં ભાજપના આગેવાનો હોદ્દેદારો ધારાસભ્યો સહિત વિનોદભાઈ ચાવડાનાં ચાહકો જોડાયા હતાં ત્યારે ફટાકડા ફોડીને વિજ્યોત્સવ મનાવ્યો હતો

ભુજ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..